યુદ્ધની સ્થિતિમાં શિપિંગ કંપનીઓના ભાડા વધ્યા. શિપિંગ ઉદ્યોગને ભાવ વધારાનો ફટકો લાગ્યો. 40 ફુટના પ્રતિ કન્ટેનર દિઠ સરચાર્જ 4.60 લાખનો કમરતોડ વધારો. પહેલા પ્રતિ કન્ટેનર ચાર્જ 2 હજાર ડોલર હતો તે વધીને પાંચ હજાર ડોલર થઈ ગયો. યુદ્ધને કારણે નિકાસને મોટો ફટકો પડવાની શક્યતાઓ. નિકાસ માટે તૈયાર 300 જેટલા કન્ટેનરો ફસાયા..ઉત્તર ગુજરાતમાંથી મસાલા પાક, ઈસબગુલ, બટાકાની નિકાસ પર અસર. ઉત્તર ગુજરાતમાં કુલ મસાલાના ઉત્પાદનમાં 45 ટકા નિકાસ. બટાકાની નિકાસ અટકી પડતા ભાવ ગગડ્યા