IPL 2025ની તમામ 10 ટીમોના કેપ્ટન નક્કી, 5 નવા ખેલાડીઓને મળી કમાન 9 ભારતીય અને 1 વિદેશી
ક્રિકેટનો રોમાંચ શરુ થવાને હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. તો હવે આઈપીએલ 2025માં તમામ ટીમના કેપ્ટનના નામ સામે આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ આઈપીએલમાં કઈ ટીમનો કેપ્ટન કોણ છે.

IPLમાં ભાગ લેનારી બધી ટીમોના કેપ્ટનના નામ નક્કી થઈ ગયા છે. જેમાં પાંચ ટીમોમાં જૂના કેપ્ટન છે, જ્યારે પાંચ ટીમોના કેપ્ટન નવા હશે.

આ બધી 10 ટીમોમાં માત્ર એક જ ટીમનો કેપ્ટન વિદેશી ખેલાડી છે. ચાલો બધી ટીમોના કેપ્ટનોના નામ જાણીએ.

ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR ટીમ અજિંક્ય રહાણેના કેપ્ટનશીપ હેઠળ રમશે.

દિલ્હી કેપિટલ્સની ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની કેપ્ટશીપ કરતો જોવા મળશે.

ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો કેપ્ટન છે.

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેદાનમાં ઉતરશે.

સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સની ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે.

સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિસ છે. જે એક માત્ર વિદેશી કેપ્ટન આઈપીએલ 2025માં છે.

પંજાબ કિંગ્સની ટીમ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.

આરસીબી ટીમનું નેતૃત્વ રજત પાટીદાર કરશે.

લખનૌ સુપર જાયન્ટસની ટીમ ઋષભ પંતની કેપ્ટનશીપમાં રમશે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
