સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઈઝર્સ હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદનું ટૂંકું નામ SRH છે, પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝીની માલિકી SUN ગ્રૂપની કલાનિધિ મારનની છે, કેન વિલિયમસન સનરાઈઝર્સની કેપ્ટનશીપ સંભાળી ચૂક્યો છે. ટ્રેવર બેલિસ ટીમના હેડ કોચ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલની પહેલી સીઝન 2013માં રમી હતી. જેમાં ટીમ પ્લેઓફમાં પહોંચી અને ચોથા સ્થાને રહી હતી. સનરાઈર્ઝ હૈદરાબાદે 2016માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 8 રનથી હાર આપી પોતાનું પહેલું ટાઈટલ જીત્યું હતુ. 2016 થી 2020 સુધી દરેક સીઝનમાં ટૂર્નામેન્ટના પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું છે. 2015, 207 અને 2019 એમ 3 વખત ઓરેન્જ કપ જીતી ચૂકેલા ડેવિડ વોર્નર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભુવનેશ્વર કુમાર સૌથી વધુ વિકેટ લેનારો બોલરમાંથી એક છે.

 

Read More

IPL 2024: MI vs SRH: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં ફટકારી શાનદાર સદી

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. મુંબઈએ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી પોતાની સદી પૂરી કરવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.

IPL 2024: 4 ઓવરમાં 42 રન આપ્યા, છતાં અંશુલ કંબોજને શા માટે સલામ કરી રહી છે દુનિયા?

IPL 2024 ની 55મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક આપી અને આ યુવા બોલરે પહેલી જ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો બંનેને પ્રભાવિત કર્યા. મોટી વાત એ છે કે આ ખેલાડીએ 4 ઓવરમાં 42 રન આપ્યા પરંતુ આમ છતાં લોકો તેને સલામ કરી રહ્યા છે, જાણો શું છે કારણ.

Video : રવિચંદ્રન અશ્વિને એવું શું પૂછ્યું કે ડેવિડ વોર્નર થઈ ગયો ભાવુક?

IPL 2024માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા ડેવિડ વોર્નરે તાજેતરમાં રવિચંદ્રન અશ્વિનને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આ દરમિયાન IPL વિશે ચર્ચા થઈ હતી. તેની સાથે વાત કરતી વખતે અશ્વિને તેને આવો સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ આપતાં વોર્નર ભાવુક થઈ ગયો હતો.

IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથી ટીમ કઈ હશે તે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચના પરિણામ પછી લગભગ નક્કી થઈ જશે. આ મેચના પરિણામ બાદ ફેરબદલ થઈ શકે છે. હાલ KKR ટોપ પર છે જ્યારે RR બીજા અને CSK ત્રીજા સ્થાને છે. સોમવારે મુંબઈ અને હૈદરાબાદનો મુકાબલો છે અને આ મેચના પરિણામ બાદ ટોપ 4 ટીમોની સ્થિતિ વિશે પણ સ્પષ્ટતા થઈ જશે.

IPL 2024: મેચની અંતિમ બોલ પર ભુવનેશ્વર કુમારે ફેંક્યો મેજિકલ બોલ, રાજસ્થાન એક રને હાર્યું મેચ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાયેલ ભારે રોમાંચક મુકાબલામાં SRH એ RRને માત્ર 1 રને હરાવી યાદગાર જીત મેળવી હતી. મેચના અંતિમ બોલ પર રાજસ્થાનને જીતવા એક બોલમાં 2 રનની જરૂર હતી અને ભુવનેશ્વર કુમારે કમાલ બોલિંગ કરી હૈદરબાદને જીત અપાવી હતી.

IPL 2024: 8 છગ્ગા, 3 ચોગ્ગા…20 વર્ષીય નીતિશ રેડ્ડીએ રાજસ્થાન રોયલ્સ સામે મચાવી હતી, બનાવ્યો આ રેકોર્ડ

સનરાઈઝર્સ હૈદરાબાદના 20 વર્ષીય ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ IPL 2024ની 50મી મેચમાં કમાલ કરી બતાવી. નીતિશ રેડ્ડીએ માત્ર 42 બોલમાં 76 રનની અણનમ ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 8 સિક્સર ફટકારી હતી. રેડ્ડીની આ ઈનિંગના દમ પર જ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 200 રનનો સ્કોર પાર કરી શકી હતી.

IPL 2024: CSK vs SRHની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઇન, કાવ્યા મારન થઈ હેરાન, ‘માહી સેના’એ હૈદરાબાદને આ રીતે આપી હાર

CSK vs SRH: ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લઈને ચેન્નાઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.

IPL 2024: CSK vs SRH વચ્ચેની મેચમાં 20મી ઓવરના બીજા બોલે ચેન્નાઈના કેપ્ટને કરેલી એક ભૂલ જીંદગીભર નહીં ભૂલે

રૂતુરાજ ગાયકવાડઃ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવ્યા હતા. રૂતુરાજ ગાયકવાડે 54 બોલમાં સૌથી વધુ 98 રન બનાવ્યા હતા.

IPL 2024 SRH vs RCB: બેંગલુરુ એક મહિના પછી મેચ જીતી, હૈદરાબાદને 35 રનથી હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે તેના જ ઘરમાં નિષ્ફળ સાબિત થઈ હતી. ટીમ 35 રનથી મેચ હારી ગઈ હતી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 9 મેચમાં બીજી જીત હાંસલ કરી હતી.

IPL 2024: 6,6,6,6…રજત પાટીદારે 19 બોલમાં તોફાની અડધી સદી ફટકારી, કાવ્યા મારનનો ચહેરો ઊતરી ગયો

ભલે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું પ્રદર્શન કંઈ ખાસ ન રહ્યું હોય, પરંતુ તેના બેટ્સમેન રજત પાટીદારે પોતાની જોરદાર બેટિંગ વડે બધાના દિલ જીતી લીધા છે. રજત પાટીદારે સનરાઈઝર્સ હૈદરાબાદના સ્પિનર ​​મયંક માર્કંડેની ઓવરમાં સતત 4 સિક્સર ફટકારી હતી. પાટીદારે માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી અને RCB માટે સૌથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો હતો.

IPL 2024: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હીની કારમી હાર, સનરાઈઝર્સ હૈદરાબાદે 67 રને હરાવ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હીને 67 રને હરાવ્યું હતું. સતત 2 મેચ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવા પડ્યો હતો. આ સિઝનની હોમ ગ્રાઉન્ડ પર તેમની પ્રથમ મેચમાં DCને હાર મળી હતી. આ સિઝનમાં દિલ્હીની આ પાંચમી હાર છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની ચોથી જીત છે. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે, જ્યારે દિલ્હી સાતમા સ્થાને પહોંચી ગયું છે.

IPL 2024: DC vs SRH વચ્ચેની મેચમાં કાવ્યા મારનની ટીમે કર્યો કમાલ, આ એક ઓવર જેમાં સમેટાઈ ગઈ આખી દિલ્હીની ટીમ

સનરાઈઝર્સ હૈદરાબાદે બોલરો અને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડના 32 બોલમાં 89 રન, અભિષેક શર્માના 12 બોલમાં 46 રન અને શાહબાઝ અહેમદના 29 બોલમાં અણનમ 59 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 266 રન બનાવ્યા હતા. આખી મેચમાં હૈદરાબાદની એક ઓવર દિલ્હીને ખૂબ મોંઘી પડી હતી. જોકે આ બાદ

IPL 2024: દિલ્હીમાં મચી રનોની તબાહી, 5 ઓવરમાં જ સદી પૂર્ણ, પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોરનો બન્યો રેકોર્ડ

પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે અને પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે વિસ્ફોટક બેટિંગના આધારે IPLમાં સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવનાર સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે પણ એવી જ વિસ્ફોટક શરૂઆત કરી અને વધુ એક મોટા સ્કોરનો પાયો નાખ્યો છે. IPLની 17 સિઝનની સૌથી ખતરનાક શરૂઆત કરતા હૈદરાબાદના ઓપનરોએ પાવરપ્લેનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

IPL 2024 : દિલ્હીના સ્પિનરો અને હૈદરાબાદના બેટ્સમેન વચ્ચેની ટક્કર, શું કુલદીપ-અક્ષર હેડ-ક્લાસેનના તોફાનને રોકશે?

દિલ્હી કેપિટલ્સ શનિવારે તેમના સત્તાવાર હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમશે. આ સિઝનમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેન, જેમણે પોતાની બેટિંગ તોફાનથી બોલરોના ઉત્સાહને હલાવી દીધા છે, તેઓ આ વખતે કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સામે ટકરાશે. બંને બોલર આ વખતે તેમના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

IPL 2024 DC vs SRH: હૈદરાબાદે દિલ્હીને 67 રનથી હરાવ્યું, નટરાજનને ચાર વિકેટ મળી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 35માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને હૈદરાબાદને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">