Trending : કાગડાની એક હજારથી વધુ સૂટ ખરીદવાની તૈયારી, ઢગલો હેંગર ભેગા કર્યા, જુઓ Video
સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના અદભૂત અને મજેદાર વીડિયો વાયરલ થતાં રહે છે. ખાસ કરીને પ્રાણીઓ અને પક્ષીઓની અનોખી બાબતો લોકોમાં મોટી જિજ્ઞાસા જગાવે છે. તાજેતરમાં, એક કાગડાના વીડિયોએ જબરદસ્ત ચર્ચા પેદા કરી છે, જેમાં તે એક પછી એક હેંગર ભેગા કરતો જોવા મળે છે.
સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના અદભૂત અને મજેદાર વીડિયો વાયરલ થતાં રહે છે. ખાસ કરીને પ્રાણીઓ અને પક્ષીઓની અનોખી બાબતો લોકોમાં મોટી જિજ્ઞાસા જગાવે છે. તાજેતરમાં, એક કાગડાના વીડિયોએ જબરદસ્ત ચર્ચા પેદા કરી છે, જેમાં તે એક પછી એક હેંગર ભેગા કરતો જોવા મળે છે.
આ વીડિયોમાં કાગડો એક થાંભલામાં હેંગર લટકાવતો જોવા મળે છે. સામાન્ય રીતે કાગડો માળો બનાવવા માટે લાકડાના ટુકડા કે અન્ય સામગ્રી ભેગી કરે છે, પણ આ કાગડો માળા માટે પ્રાચીન પદ્ધતિને છોડીને હેંગર એકઠા કરવાનું પસંદ રહ્યો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. થાંભલાની આજુબાજુ ધ્યાનથી જોતા, હેંગરનો એક મોટો ઢગલો જોવા મળે છે, જાણે કે કોઈ કપડાં સુકવવાની દુકાન ચાલી રહી હોય! આ દ્રશ્ય જોઈને લાગે છે જાણે કાગડો કદાચ સૂટ ખરીદવાની તૈયારી કરી રહ્યો છે!
આ વીડિયોની સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઘટના કયાં ઘટી છે તેની કોઈ પુષ્ટિ નથી. કેટલાક લોકો માને છે કે આ વીડિયો વિદેશનો હોઈ શકે છે, જ્યારે કેટલાકે તેને ભારતમાં પણ બનેલી ઘટના ગણાવી છે. પણ, જે પણ હોય, આ કાગડાની કરામત ને લાખો લોકો જોઇ છે અને તેના પર અનેક રસપ્રદ ટિપ્પણીઓ કરી છે.
કેટલાક લોકો માને છે કે કદાચ કાગડાને આ હેંગર તેની માળા માટે અનુકૂળ લાગે છે અથવા તે કોઈ ખાસ વસ્ત્રોની સુરક્ષા માટે કામ કરી રહ્યો છે! જો કે, વૈજ્ઞાનિક રીતે જોઈએ તો કાગડાઓ ખૂબ બુદ્ધિશાળી પક્ષીઓમાં ગણાય છે અને તેઓ નવી વસ્તુઓ સાથે પ્રયોગ કરવા માટે જાણીતા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોએ સાબિત કરી દીધું કે કુદરત ક્યારેક એવી અજીબ વસ્તુઓ ભેટ આપે છે કે જે માણસને હસાવી પણ દે અને વિચારવુ પણ પાડી દે. તો, શું આ કાગડો વર્તમાન ફેશન ટ્રેન્ડને અનુસરી રહ્યો છે? કે પછી માત્ર તેની બુદ્ધિપ્રયોગી હરકત છે? આ પ્રશ્ન તો હજુ પણ રહસ્ય જ છે!