IPL 2025 પહેલા BCCIનો મોટો નિર્ણય, ‘છેતરપિંડી’ કરનાર આ ખેલાડી પર પ્રતિબંધ મૂક્યો
આઈપીએલ 2025ની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે. આ પહેલા બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુક પર 2 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. તેમણે આ વર્ષે આઈપીએલ રમવાની ના પાડી હતી.

આઈપીએલ 2025ની શરુઆતને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વચ્ચે બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો છે.આઈપીએલ દરમિયાન વિદેશી ખેલાડીઓ ઘણીવાર કોઈને કોઈ કાંડ કરતા રહે છે. આનાથી ટીમોને ઘણું નુકસાન થાય છે. આનાથી બચવા માટે, BCCI એ ઓક્શન પહેલા કેટલાક નિયમો નક્કી કર્યા હતા. હવે તેની અસરો પણ દેખાઈ રહી છે.

સમાચાર છે કે, BCCIએ ઈંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રુક પર IPLમાંથી બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તે IPL ઓક્શનમાં પણ પોતાનું નામ નોંધાવી શકશે નહીં.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઈંગ્લેન્ડના આક્રમક બેટ્સમેન હેરી બ્રુક પર આગામી બે વર્ષ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી પ્રતિબંધ મૂક્યો છે. બોર્ડની નવી નીતિ અનુસાર, બ્રુક આગામી બે વર્ષ સુધી ઓક્શનમાં ભાગ લઈ શકશે નહીં.

આ વર્ષે આઈપીએલનું ઓક્શન જ્યારે થયું ત્યારે હેરી બ્રુકે પણ પોતાનું નામ નોંધાવ્યું હતુ. ત્યારબાદ તેનું નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતુ. તેના નામ પર બોલી પણ લાગી હતી. દિલ્હી કેપિટલ્સે 6.25માં તેને ખરીદ્યો હતો પરંતુ આઈપીએલ નજીક આવતા જ હેરી બ્રુકે પોતાનું નામ પરત લઈ લીધું છે. આ સતત બીજા વર્ષે આવું થયું છે.

જ્યારે હેરી બ્રુકે તે કર્યું. આ વખતે હેરીએ પોતાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનો ઉલ્લેખ કર્યો. હવે હેરી બ્રુક વધુ બે વર્ષ સુધી IPL રમી શકશે નહીં.બ્રુકે વ્યક્તિગત કારણોસર IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું છે. જોકે, આ વખતે બ્રુકે પોતાના નિર્ણય બદલ માફી પણ માંગી છે.

બીસીસીઆઈએ આઈપીએલ 2025ના ઓક્શન પહેલા ટૂર્નામેન્ટને લઈ કેટલાક નિયમ બનાવ્યા હતા. આ દરમિયાન બોર્ડે સ્પષ્ટ કહ્યું હતુ કે, જો કોઈ પણ ખેલાડી ઓક્શનમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ પસંદ કરવામાં આવે છે.

ત્યારબાદ સીઝન શરુ થતાં પહેલા તે ટૂર્નામેન્ટ માટે હાજર ન રહે અને રમવાની ના પાડે છે તો તેના પર 2 સીઝન માટે ટૂર્નામેન્ટ અને ઓક્શનમાં ભાગ લેવા પર પ્રતિબંધ હશે. આ નિયમને લઈ બીસીસીઆઈએ એક્શન લીધું છે.
IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે જોડાયેલ તમામ ખબરો વાંચવા ક્લિક કરો

































































