વેચાવા જઈ રહી છે અંબાણીની મોટી કંપની,જાણો કેટલી સંપતિ રહેશે બાકી?
બ્લૂમબર્ગ અનુસાર, હિન્દુજા ગ્રુપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે અનિલ અંબાણીની આ કંપનીને 98.6 અબજ રૂપિયામાં ખરીદવાની યોજના બનાવી છે. એક સમયે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની સ્થિતિ આજે બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે.

એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દેવામાં ડૂબેલા નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ આખરે વેચાવાની નજીક છે. બ્લૂમબર્ગ અનુસાર, હિન્દુજા ગ્રુપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે અનિલ અંબાણીની આ કંપનીને 98.6 અબજ રૂપિયામાં ખરીદવાની યોજના બનાવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આ ડીલ જલદી પૂર્ણ થઈ શકે છે. જો કે, આ ડીલની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આ ડીલની જાહેરાત થઈ શકે છે. આ સોદો પૂર્ણ કરવા માટે IIHLએ રૂ. 9,861 કરોડની બિડ કરી હતી. હાલમાં રિલાયન્સ કેપિટલમાં 20 જેટલી ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીઓ છે.

RBI એ 30 નવેમ્બર 2021 ના રોજ ભારે દેવાથી ડૂબી ગયેલી રિલાયન્સ કેપિટલના બોર્ડને વિસર્જન કર્યું હતું અને તેની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી.રિલાયન્સ કેપિટલ પર 40,000 કરોડથી વધુનું દેવું હોવાનું કહેવાય છે.

ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલના પ્રતિનિધિએ અનિલ અંબાણીની કંપનીની ખરીદી અંગે કોઇ ચોક્કસ ટિપ્પણી કરી નથી. તે જ સમયે, રિઝર્વ બેંકે નવેમ્બર 2021 માં રિલાયન્સ કેપિટલ પર પણ નિયંત્રણ મેળવ્યું હતું. રિલાયન્સ કેપિટલ તેનું દેવું ચૂકવવામાં અસમર્થ હોવાથી આવું કરવામાં આવ્યું હતું.

એક સમયે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની સ્થિતિ આજે બદલાઈ ગઈ છે. તેમના પુત્રોના કારણે તેમની સંપત્તિ વધી રહી છે. બજારમાં અનિલ અંબાણીની કંપનીનો વિશ્વાસ વધી રહ્યો છે, તેથી જ રોકાણકારો પણ રોકાણને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે તેમની સંપત્તિ પણ વધી રહી છે. રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં તાજેતરના ઉછાળા બાદ તેમની માર્કેટ કેપમાં વધારો થયો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના 2023ના રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની કુલ સંપત્તિ 250 કરોડ રૂપિયા છે.
અનિલ અંબાણી ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીના પુત્ર છે, અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના ભાઇ છે. પોતાની કંપની અને સંપતિને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે, અનિલ અંબાણીના આવા જ વધારે સમાચાર માટે અહીં ક્લિક કરો.
