Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે, રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 2008માં ટાઈટલ જીત્યું હતુ. રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સની ટીમે 2013માં રનર્સ-અપ રહી હતી. સંજુ સેમસનની કપ્તાની અને કુમાર સંગાકારાના નેતૃત્વ હેઠળ 2022ની ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલિસ્ટ પણ હતી. 14 જુલાઈ 2015ના રોજ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત કરાયેલી લોઢા સમિતિની તપાસ બાદ સ્પોટ-ફિક્સિંગ અને સટ્ટાબાજીમાં તેમની ભૂમિકા માટે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન રોયલ્સ એ 8 ટીમોમાંથી એક છે જે તેની શરૂઆતથી જ IPL ટુર્નામેન્ટનો ભાગ રહી છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે.

રાજસ્થાન રોયલ્સે શેન વોર્નની કેપ્ટન્સીમાં IPLની પ્રથમ સિઝનનો ખિતાબ જીત્યો હતો. ટીમ 2022ની ફાઇનલમાં પણ પહોંચી હતી પરંતુ ત્યાં તેને ગુજરાત ટાઇટન્સ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. 14માંથી 7 લીગ મેચ જીત્યા બાદ ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાન પર રહી હતી.

 

Read More

Vaibhav Suryavanshi : 14 વર્ષની ઉંમરે IPL ડેબ્યૂ કરી વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો

IPL 2025માં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ પહેલા એક યાદગાર ઘટના બની હતી. રાજસ્થાનની ટીમે એક યુવા ખેલાડીને ડેબ્યૂ કરવાની તક આપી હતી. આ એ જ યુવા ખેલાડી છે જેને ઓક્શનમાં ખરીદ્યા બાદ ચારેકોર તેની ચર્ચા થતી હતી. આ યુવા ખેલાડી છે વૈભવ સૂર્યવંશી, અને આ ખેલાડીએ માત્ર 14 વર્ષની ઉંમરે IPLમાં ડેબ્યૂ કરી ઈતિહાસ રચ્યો હતો.

IPL 2025 : રાહુલ દ્રવિડ અને સંજુ સેમસન વચ્ચે થઈ હતી લડાઈ ? હેડ કોચે તોડ્યું મૌન

તાજેતરમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન અને કોચ રાહુલ દ્રવિડ વચ્ચે અણબનાવના અહેવાલો સામે આવ્યા હતા. છેલ્લી મેચમાં ટીમ હડલમાં પણ બંને સાથે જોવા મળ્યા ન હતા. આ મુદ્દે હવે દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે.

રાજસ્થાન રોયલ્સ પર ઘેરાયા ચિંતાના વાદળો, સંજુ સેમસન પર કેપ્ટનશીપની લટકતી તલવાર

ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન રોયલ્સ પર વધુ એક સંકટનુ વાદળ ઘેરાઈ ગયુ હોય તેવું લાગે છે.

IPL 2025 : જો સુપર ઓવરમાં વરસાદ આવે તો પરિણામ કઈ રીતે નક્કી થાય?

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ટાઈ થઈ હતી પરંતુ સુપર ઓવરમમાં દિલ્હીએ જીત મેળવી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 188 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાને પણ નિર્ધારિત 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા.

DC vs RR Super Over : દિલ્હી-રાજસ્થાન વચ્ચેની મેચ દરમ્યાન સુપર ઓવરમાં રાજસ્થાનની 2 ભૂલ, દિલ્હીની થઈ મોટી જીત

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2025 ની 32મી મેચ ટાઇમાં સમાપ્ત થઈ. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 4 વિકેટે 144 રન બનાવ્યા.

IPL 2025 : સિક્સર ફટકારીને સંજુ સેમસન પેવેલિયન પાછો ફર્યો, DC vs RR મેચમાં આવું કેમ બન્યું?

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરી અને ટીમને શાનદાર શરૂઆત અપાવી. આ દરમિયાન, સેમસને છઠ્ઠી ઓવરમાં શાનદાર સિક્સર પણ ફટકારી હતી પરંતુ આગલો બોલ રમતા પહેલા જ તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું.

Wd,Wd,Wd,Wd,Nb,4,6… DC vs RR મેચમાં રાજસ્થાન રોયલ્સનો બોલર બોલિંગ કરવાનું ભૂલી ગયો, 11 બોલની ઓવર ફેંકી

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં, રાજસ્થાન રોયલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને બેટ્સમેનોને ઘણી હદ સુધી નિયંત્રણમાં રાખ્યા. પરંતુ ઈનિંગની છેલ્લી ઓવરમાં, સંદીપ શર્માએ ઘણા બધા રન આપી દીધા, જેનાથી પહેલાની બધી મહેનત બરબાદ થઈ ગઈ.

RR vs RCB : ચાલુ મેચમાં અચાનક આવ્યું ચેકિંગ, હેટમાયરનું બેટ કેમ તપાસ્યું ? જાણો

IPL 2025 ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ સમય દરમિયાન, રાજસ્થાન બેટિંગ કરી રહ્યું હતું ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. ખરેખર, લાઈવ મેચમાં અમ્પાયરે શિમરોન હેટમાયરના બેટની તપાસ કરી.

RR vs RCB : ફિલ સોલ્ટ-વિરાટ કોહલીએ રાજસ્થાનને આપી સજા, જયપુરમાં બેંગ્લોરની બોલબાલા

રજત પાટીદારના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સિઝનમાં ચોથી જીત મેળવી છે અને ચારેય જીત અન્ય ટીમોના ઘરઆંગણે મળી છે. જ્યારે જયપુરમાં, યજમાન રાજસ્થાન આ સિઝનની પહેલી મેચ હારી ગયું.

RR vs RCB: વિરાટ કોહલીનું બેટ ગર્જ્યું, ફટકારી અડધી સદીની સેન્ચ્યુરી, બની ગયો એશિયાનો પહેલો બેટ્સમેન

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. તે T20 માં અડધી સદી ફટકારનાર વિશ્વનો બીજો અને એશિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

IPL 2025 : RR vs RCB ની મેચમાં વિરાટ કોહલીએ 17 મી ઓવરના 5માં બોલે કરી ભૂલ, ટીમને થયું મોટું નુકસાન

IPL 2025 ની આ સિઝનમાં બેટથી ઉતાર-ચઢાવવાળા ફોર્મનો સામનો કરી રહેલા વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ તે પહેલાં, ટીમને વિરાટ કોહલીના ફિલ્ડિંગમાં મજબૂત પ્રદર્શનની પણ જરૂર હતી. આ બાબતે કોહલીએ ટીમને નિરાશ કરી. આજે તેણે કરેલી ભૂલના કારણે ટીમને નુકસાન થયું છે.

13 એપ્રિલના મહત્વના સમાચાર : જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થતા સાધુ ચંદ્રસગર સામે ભભુક્યો રોષ, મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કરવાનો પણ લાગ્યો આરોપ

IPL 2025 ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બંને ટીમો પોતાની પાછલી મેચ હાર્યા બાદ અહીં આવી છે.

GT vs RR : સુદર્શન-કૃષ્ણા સામે રોયલ્સે સ્વીકારી હાર, ટાઈટન્સની સતત ચોથી જીત

શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઈટન્સ, જેણે સિઝનની શરૂઆત હાર સાથે કરી હતી, તેણે સતત ચોથી જીત નોંધાવી હતી. આ સાથે, આ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

DSP સાહેબ બન્યા નંબર 1, મોહમ્મદ સિરાજે IPL 2025માં મોટો રેકોર્ડ બનાવ્યો

IPL 2025 માં ગુજરાત ટાઈટન્સ તરફથી રમી રહેલ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એવો રેકોર્ડ બનાવ્યો છે કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 5 મેચમાં 15.00ની સરેરાશ અને 7.89ના ઈકોનોમી રેટથી 10 વિકેટ લીધી છે.

IPL 2025: પ્રીટિ ઝિન્ટાએ પંજાબ કિંગ્સને હરાવનાર વ્યક્તિને ખુશીથી લગાવી લીધો ગળે, જુઓ Video

આ IPL સીઝનમાં, પંજાબ કિંગ્સે પહેલીવાર તેમના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી હતી અને આ સીઝનમાં જ, પહેલીવાર, ટીમની સહ-માલિક પ્રીટિ ઝિન્ટા પણ મેચ જોવા આવી હતી. પરંતુ ટીમ અને ઝિન્ટા નિરાશ થયા. આમ છતાં, પોતાના ખેલાડીઓ ઉપરાંત, બોલિવૂડ સ્ટાર રાજસ્થાનના ખેલાડીઓને પણ ખુશીથી મળ્યા.

g clip-path="url(#clip0_868_265)">