Women’s Health : હનીમૂન સિસ્ટાઈટિસ શું છે અને કોને થાય છે, તેનાથી બચવાના ઉપાયો જાણો
હનીમૂન સિસ્ટાઇટિસ એક એવી સમસ્યા છે જે પહેલી વાર અથવા લાંબા સમય પછી સેક્સ કરતી સ્ત્રીઓમાં જોવા મળે છે. જેના કારણે પેશાબ દરમિયાન બળતરા થાય છે અને મૂત્રમાર્ગમાં બેક્ટેરિયાને કારણે UTI થાય છે.

કેટલીક વખત છોકરીઓેને ઈન્ટીમેટ હાઈઝીન સાથે જોડાયેલી કેટલીક વાતની જાણકારી હોતી નથી. જેના કારણે તેને યુરિન ઈન્ફેક્શન થાય છે.

યુટીઆઈ વિશે તેને ન્યુ ઈન્ટીમેટ રિલેશનશિપને પ્રભાવિત કરે છે. જેના માટે હનીમૂન સિસ્ટાઈટિસ વિશે જાણવું જરુરી છે. જાણો શું છે હનીમૂન સિસ્ટાઈટિસ અને તેનાથી કઈ રીતે બચવું.

હનીમૂન સિસ્ટાઇટિસ એક એવી સમસ્યા છે. જે એ મહિલાઓમાં જોવા મળે છે જે પહેલી વખત કે પછી લાંબા સમય પછી સેક્સ કરે છે. જેના કારણે તેને પેશાબમાં બળતરા યુરેથ્રા (મૂત્રમાર્ગ)માં બેકટેરિયાના કારણે યુટીઆઈ થાય છે. જેનાથી તેને વારંવાર પેશાબ આવે છે.

સામાન્ય રીતે, આ સમસ્યા 20 થી 30 વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. પોતાને હાઇડ્રેટેડ રાખીને તેમજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખીને આ સમસ્યાથી બચી શકાય છે. ચાલો જાણીએ કે હનીમૂન સિસ્ટાઈટિસ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

સેક્સ કર્યા બાદ યૂરિન પાસ કરવું ખુબ જરુરી છે. આ સાથે જ પ્રાઈવેટ પાર્ટનું સાફ સફાઈ પર ધ્યાન આપવું. કેટલીક વખત પેશાબને વધારે સમય રોકી રાખવાથી બેકટરિયા ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

પચાસ ટકા સ્ત્રીઓને તેમના જીવનમાં ઓછામાં ઓછી એક વાર હનીમૂન સિસ્ટાઈટિસનો સામનો કરવો પડી શકે છે. જોકે, આના કારણે માત્ર 4 ટકા મહિલાઓને મૂત્રાશયમાં ચેપ લાગે છે.

જેટલું બને તેટલું પોતાને હાઈડ્રેડ રાખો, વધારેમાં વધારે પાણી પીવાનું રાખો. આ બધું યુટીઆઈને દુર કરવામાં મદદ કરી શકે છે.જો પેશાબમાં બળતરા વધારે થાય છે કે, આ સમસ્યા 2 થી 3 દિવસ સુધી રહે તો તરત ડોક્ટરની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































