આજનું હવામાન : ગુજરાતવાસીઓને ગરમીથી મળશે રાહત ! હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું યલો એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 5 દિવસ હવે ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળે તેવી શક્યતા છે. આજે કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. આગામી 5 દિવસ હવે ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે. પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં આજે 39 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં આજે અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ ભરૂચ, બોટાદ, જુનાગઢ, નર્મદા,તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અરવલ્લી, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહીસાગર, રાજકોટ, પંચમહાલ, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ
