Ahmedabad : ભિક્ષાવૃત્તિ કરતા 18 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, પોલીસની શી ટીમ દ્વારા કરવામાં આવી કાર્યવાહી, જુઓ Video
અમદાવાદ શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા 18 બાળકોને પોલીસની શી-ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદ શહેર પોલીસે ભિક્ષાવૃત્તિ કરનાર બાળકોનું રેસ્ક્યૂ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા 18 બાળકોને પોલીસની શી-ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા અમદાવાદ શહેર પોલીસે ભિક્ષાવૃત્તિ કરનાર બાળકોનું રેસ્ક્યૂ કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.ત્યારે ફરી એકવાર શહેર પોલીસની શી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં જાહેર રોડ રસ્તા ઉપર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો તેમજ ડ્રગ્સ પેડલિંગ અને માનવ તસ્કરી અંગે ઝુંબેશ શરૂ કરી છે.
ભિક્ષાવૃત્તિ કરતા 18 બાળકોનું રેસ્ક્યૂ
છેલ્લા બે દિવસથી શરૂ થયેલી ડ્રાઇવમાં અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 18 બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.આ અંગે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરી ભિક્ષાવૃત્તિ કરાવનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.વધુમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાળકોને મેડિકલ સારવાર કરાવી છે. તેમજ ફરી એકવાર ભિક્ષાવૃત્તિ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃતિમાં ન જોડાય અને તેઓનું પુન:વસન થાય તેની કામગીરી હાથ ધરાઈ છે.