લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.

 

Read More

IPL 2025 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડીએ કર્યા લગ્ન, જુઓ ફોટો

લખનૌ સુપર જાયન્ટસના ફાસ્ટ બોલર મોહસિન ખાન લગ્નના બંધનમાં બંધાયો છે. તેમણે સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો શેર કર્યા હતા.આઈપીએલ 2025 મેગા ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટસે ખેલાડીને 4 કરોડ રુપિયામાં રિટેન કર્યો હતો.

IPL 2025 : પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, 27 કરોડમાંથી તેના ખાતમાં કેટલા પૈસા આવશે જાણો

ભારતનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પર આઈપીએલ મેગા ઓક્શનમાં 27 કરોડ રુપિયાની બોલી લાગી હતી. 2016 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ રહેલા પંત લખનૌ સુપરજાયન્ટસ માટે રમશે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે, 27 કરોડ રુપિયામાંથી પંતના ખાતામાં કેટલા પૈસા જશે.

IPL Auction 2025 All Squads : જુઓ આઈપીએલની 10 ટીમ કેવી છે, તમારી ફેવરિટ ટીમમાંથી કયા કયા ખેલાડીઓ રમશે જુઓ ફોટો

આ વખતે મેગા ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા છે. જેમાં કેટલીક ફ્રેન્ચાઈઝીએ 25 ખેલાડીઓથી ટીમ પૂર્ણ કરી છે. તો કેટલીક ફ્રેન્ચાઈઝીએ 20 કે 22 ખેલાડીઓ સાથે પોતાની ટીમ પૂર્ણ કરી છે. તો ચાલો જોઈ લો તમારો ફેવરિટ ક્રિકેટર કઈ ટીમમાંથી રમશે.

Lucknow Super Giants Squad : આઈપીએલ 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની શક્તિશાળી ટીમ જુઓ

લખનૌ સુપર જાયન્ટ્સે IPL મેગા ઓક્શનમાં મજબૂત ટીમ બનાવી છે. મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝીએ 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. ગત સિઝનમાં કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ આવી હતી. આઈપીએલ 2025માં ટીમ નવા કેપ્ટન સાથે રમતી જોવા મળશે.

IPL Mega Auction: દિલ્હી અને લખનૌ વચ્ચે અદલાબદલી, 3 ટીમોને મળ્યા નવા કેપ્ટન !

આ વર્ષની IPL મેગા ઓક્શનમાં ઘણી ટીમોની નજર માત્ર ખેલાડીઓ પર જ નહીં પણ એવા ખેલાડીઓ પર પણ હતી કે જેઓ તેમના માટે કેપ્ટનશીપની સમસ્યાનો ઉકેલ લાવી શકે. પંજાબ, લખનૌ, બેંગલુરુ, દિલ્હી સહિત કેટલીક ટીમો એવી છે જે કેપ્ટનશીપમાં બદલાવ તરફ ધ્યાન આપી રહી છે.

ઋષભ પંત બની ગયો ‘કાલીન ભૈયા’! IPL Auction 2025 માં બિડનો સૌથી મોટો રેકોર્ડ તોડતાની સાથે આ Video થયો વાયરલ

ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. ઋષભ પંત, જે 2016 થી 2024 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો, તે હવે લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમશે.

Rishabh Pant, IPL Auction 2025: ઋષભ પંત બન્યો લખનૌનો નવાબ, મળ્યા આટલા કરોડ, જાણો વિગત

IPL 2025ની મેગા ઓક્શનમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની સૌથી વધુ ડિમાન્ડ હતી. રિષભ પંત માટે ઘણી ટીમો વચ્ચે બોલી યુદ્ધ ચાલી રહ્યું હતું. પરંતુ અંતે, લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ તેને ખરીદવામાં સફળ રહી, આ માટે લખનૌને મોટી રકમ ચૂકવવી પડી.

કેએલ રાહુલ હાર સ્વીકારવા તૈયાર નથી, IPLથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનો બનાવ્યો પ્લાન

કેએલ રાહુલ છેલ્લા એક વર્ષથી ભારતીય T20 ટીમની બહાર છે. તે આ વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ પણ નહોતો. આટલું જ નહીં, સતત 3 સિઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કર્યા પછી આ વખતે ફ્રેન્ચાઈઝીએ પણ તેને રિલીઝ કરી દીધો છે. આવા સમયમાં હવે તેનું આગામી લક્ષ્ય શું છે? તે અંગે રાહુલે પોતે જ ખુલાસો કર્યો હતો.

IPL Retention Player Complete List 2025: રિષભ પંત, શ્રેયસ ઐયર, KL રાહુલને ના કરાયા રિટેન, ધોની IPL રમશે

IPL Retention Player Complete List 2025 : તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યા છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

IPL 2025 Retention : આઈપીએલની તમામ 10 ટીમોનું IPL 2025 માટે રીટેન્શન લિસ્ટ જુઓ

IPL Retention 2025 Live Updates in Gujarati : IPL 2025 મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર પાડી છે. અહિ તમામ 10 ટીમોના રિટેન કરેલા ખેલાડીઓ તેમજ ટીમ વિશે માહિતી જોવા મળશે.

IPL : LSGએ જેના પર મોટો દાવ લગાવવાનું વિચાર્યું, તે ખેલાડી થયો ઈજાગ્રસ્ત, 3 મહિના ક્રિકેટથી રહેશે દૂર

IPL રિટેન્શન અને ઓક્શન પહેલા લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. જે ખેલાડીને LSG રિટેન કરવા જઈ રહી છે તે ખેલાડી ઈજાગ્રસ્ત થઈ ગયો છે અને તે 3 મહિનાથી ક્રિકેટથી દૂર રહેશે. એવામાં મોટો સવાલ એ છે કે શું LSG આ ખેલાડીને રિટેન કરવાના નિર્ણય પર મક્કમ રહેશે?

IPL : RCB- LSG આ ખેલાડીઓને રિટેન કરશે, ક્યારેય સદી ન ફટકારનાર બેટ્સમેનને મળશે 18 કરોડ રૂપિયા

IPL 2025 માટે, તમામ ટીમોએ 31 ઓક્ટોબર સુધીમાં તેમના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવાની રહેશે અને મોટા સમાચાર એ છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સે તેમના ખેલાડીઓને ફાઈનલ કરી દીધા છે. RCB 6 અને LSG 5 ખેલાડીઓને રિટેન કરશે.

IPL : KL રાહુલ પોતે LSG છોડવા માંગે છે? ટીમના માલિકને રિટેન્શન પર કોઈ જવાબ ન આપ્યો

કેએલ રાહુલ છેલ્લી 3 સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો, જ્યાં તેના નેતૃત્વમાં ટીમ પ્રથમ 2 સિઝનમાં પ્લેઓફમાં પહોંચી હતી પરંતુ છેલ્લી સિઝનમાં ફ્રેન્ચાઈઝીની હાલત ખૂબ જ ખરાબ હતી. તેમાં પણ રાહુલનું પોતાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું, જેના પછી તેના પર સવાલો ઉઠી રહ્યા છે.

IPLમાં 156.7 km/hની ઝડપે બોલ ફેંકી ધમાલ મચાવનાર બોલર આ ટીમ સામે કરશે ડેબ્યૂ !

મયંક યાદવે IPL 2024માં ડેબ્યૂ કર્યું હતું. પોતાની પ્રથમ સિઝનમાં પોતાની સ્પીડથી સનસનાટી મચાવનાર આ બોલર થોડી જ મેચો બાદ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે, હવે તે સંપૂર્ણ રીતે ફિટ છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

ઝહીર ખાન માત્ર ક્રિકેટમાંથી જ નહીં પરંતુ બિઝનેસમાંથી પણ કમાય છે કરોડો રુપિયા, જાણો LSGના મેન્ટરની નેટવર્થ

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન દેશના સૌથી સફળ ક્રિકેટર્સમાં સામેલ છે. હવે ઝહીર ખાન આઈપીએલમાં જોવા મળશે કારણ કે, ઝહીર ખાન લખનૌ સુપર જાયન્ટસનો નવો મેન્ટર બન્યો છે. તો ચાલો જાણીએ ઝહીર ખાનના નેટવર્થ વિશે.

g clip-path="url(#clip0_868_265)">