Breaking News : વડોદરામાં તથ્યકાંડનું પુનરાવર્તન, નશામાં ધૂત નબીરાએ 5 લોકોને કચડ્યાં, ઘટનાના CCTV સામે આવ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વડોદરાના કારેલીબાગમાં તથ્યકાંડનું પુનરાવર્તન કરતી ઘટના સામે આવી છે. નશામાં ધૂત નબીરાએ બેફામ કાર હંકારી 5 લોકોને કચડ્યાં હતા. જેમાં મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું છે.

નશામાં ધૂત નબીરાએ 5 લોકોને કચડ્યાં
આ ઉપરાંત એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. કારચાલકે એક્ટિવા પર જતા પરિવારને અડફેટે લીધો હતો. 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા છે. કારની સ્પીડ 100થી વધુ હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનારો નબીરો નશામાં ધૂત હોવાનું અનુમાન કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ કારમાંથી ઉતરી નશામાં ધૂત નબીરાએ બૂમો પડી હતી. રોષે ભરાયેલા સ્થાનિકોએ નબીરાને પકડીને મેથીપાક ચખાડ્યો છે. પોલીસે નબીરાની ધરપકડ કરી ડ્રિંક અને ડ્રાઈવ અંગે તપાસ આદરી છે.
ઘટનાના CCTV સામે આવ્યા
મહત્ત્વનું છે કે નબીરાએ હચમચાવી દે તેવો અકસ્માત સર્જીને કારમાંથી ઉતરી બેફામ બૂમો પાડવા લાગ્યો છે. સ્થાનિકોના પકડ્યા બાદ પણ નબીરાને અકસ્માત અંગે કોઈ જ ભાન ન હતું. આરોપી નબીરો મૂળ વારાણસીનો રક્ષિત ચૌરસિયા હોવાનું સામે આવ્યું છે.ટ્રાફિકના તમામ કાયદાઓનો ભંગ કરનાર પોતે કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. અકસ્માતની ઘટના એટલી હચમચાવી દે એવી હતી કે સાંસદ ડૉ.હેમાંગ જોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તેમજ અકસ્માત અંગે માહિતી મેળવી હતી.