ગાંધીનગરમાં સ્ટંટબાજ બેફામ, ચાલુ કારે નબીરાએ કર્યો ડાન્સ, ટ્રાફિક નિયમોનો કર્યો ઉલાળિયો- Video
ગાંધીનગરમાં નબીરાના બેફામ સ્ટંટ સામે આવ્યા છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક ભર બપોરે વીઆઈપી રોડ પર કારમાં સવાર નબીરાએ જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા. કાર પર ઊભા થઈને ડાન્સ કરતા આ નબીરાઓને પોતાના જીવની પરવા હોય કે ન હોય પરંતુ બીજા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુખ્યા હતા.
રાજ્યમાં તો જાણે સ્ટંટબાજો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ હવે તો ગુજરાતના પાટનગરમાં જ હવે સ્ટંટબાજો સ્ટંટ કરતા નજરે પડ્યા. કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડી રહ્યા છે આ સ્ટંટબાજો. તહેવારની ઉજવણીમાં એટલા લીન થઈ ગયા કે ટ્રાફિક નિયમના લીરે લીરા ઉડાડી દીધા. ગાંધીનગરના સેક્ટર સાતના VIP રોડ પર ચાલુ કારે જોખમી સ્ટંટ કરતા નબીરાઓ જોવા મળ્યા.કાર પર ઊભા થઈને ડાન્સ કરતા આ નબીરાઓને પોતાના જીવની પરવા હોય કે ન હોય પરંતુ બીજા વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુખ્યા હતા. આ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવે તેવુ જોવુ રહ્યું.
જો રાજ્યના પાટનગરમાં આ સ્થિતિ હોય તો અન્ય શહેરોમાં તો આવા સ્ટંટબાજો કેવો કેર મચાવતા હશે તે પણ વિચારવા પ્રેરે તેવી બાબત છે. બેફામ રીતે નિયમો નેવે મુકી તહેવારની ઉજવણીના નામે આવા લોકો કોઈના જીવ જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે આ નબીરાને પકડીને પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ. જો કે રાજ્યના નાગરિકોને મૂંજવતો સૌથી મોટો સવાલ એ પણ છે કે આવા નબીરાઓના પણ ખુલ્લેઆમ વરઘોડા કાઢવામાં આવતા નથી? વગદાર માતાપિતાના ફરજંદ હોવાનો લાભ મળી જતો હશે એમને!?!
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar