ગુજરાત ટાઈટન્સ

ગુજરાત ટાઈટન્સ

ગુજરાત ટાઇટન્સએ એક વ્યવસાયિક ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ટીમ છે. ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લે છે. ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. ફ્રેન્ચાઇઝીની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. આશિષ નેહરા દ્વારા કોચિંગ મેળવ્યા પછી ગુજરાત ટાઈટન્સની પહેલી સીઝનમાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી, હવે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થતા, ટીમની કમાન હાલમાં શુભમન ગિલ પાસે છે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ 2022 સીઝનમાં તેમનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું, જે તેમની પ્રથમ સીઝન પણ હતી.

2023માં ગુજરાત ટાઈટન્સની ટીમ રનર્સ અપ રહી હતી. ટીમનો કેપ્ટન શુભમન ગિલ છે. કોચ આશિષ નેહરા, માલિક CVC કેપિટલ પાર્ટનર્સ અને મેનેજર સત્યજીત પરબ છે. ટીમનું થિમ સોંગ ‘આવા દે’ હતું. IPLની પ્રથમ સિઝનમાં આ ગીત આદિત્ય ગઢવીએ ગાયું હતું.

Read More

IPL 2025 : રિટેન્શન પછી કઈ ટીમ પાસે કેટલા પૈસા બાકી, આ ટીમના ખાતામાં 110 કરોડથી વધુ રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સ,ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટસ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે 5-5 ખેલાડીઓને રિટેન કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ 3 અને પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

IPL Retention Player Complete List 2025: રિષભ પંત, શ્રેયસ ઐયર, KL રાહુલને ના કરાયા રિટેન, ધોની IPL રમશે

IPL Retention Player Complete List 2025 : તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યા છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

IPL 2025 Retention : આઈપીએલની તમામ 10 ટીમોનું IPL 2025 માટે રીટેન્શન લિસ્ટ જુઓ

IPL Retention 2025 Live Updates in Gujarati : IPL 2025 મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર પાડી છે. અહિ તમામ 10 ટીમોના રિટેન કરેલા ખેલાડીઓ તેમજ ટીમ વિશે માહિતી જોવા મળશે.

IPL Retention : આ ટીમ શુભમન ગિલની રાહ જોતી રહી, ગુજરાત ટાઈટન્સના કેપ્ટને લીધો મોટો નિર્ણય

શુભમન ગિલ 2022માં જ ગુજરાત ટાઈટન્સનો ભાગ બન્યો હતો અને છેલ્લી 3 સિઝનથી ફ્રેન્ચાઈઝીમાં છે. ગત સિઝનમાં હાર્દિક પંડ્યાની વિદાય બાદ ગુજરાતે પણ તેને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો હતો. જો કે આ વખતે હરાજીમાં તેના આવવાની સતત ચર્ચાઓ થતી રહી હતી. આ બધા વચ્ચે ગિલે એક મોટો નિર્ણય લીધો હતો.

IPL 2025: શુભમન ગિલે આ ખેલાડી માટે છોડ્યા કરોડો રૂપિયા, આપ્યું મોટું બલિદાન

IPL 2025ના રિટેન્શન પહેલાના મોટા સમાચાર એ છે કે ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન બંનેને રિટેન કરશે. રસપ્રદ વાત એ છે કે શુભમન ગિલ એક ખેલાડી માટે કરોડો રૂપિયા છોડવા તૈયાર છે, જાણો શું છે મામલો.

IPL 2025: ગુજરાત ટાઈટન્સ શુભમન ગિલ અને રાશિદ ખાન સિવાય વધુ 3 ખેલાડીઓને રિટેન કરશે

2022ની IPL ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને ગત સિઝનમાં ખરાબ પ્રદર્શન સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. ગુજરાત પોઈન્ટ ટેબલમાં આઠમાં ક્રમે રહ્યું હતું. શુભમન ગિલની કપ્તાની હેઠળ આ ગુજરાતની પ્રથમ સિઝન હતી, પરંતુ તેમ છતાં ગુજરાત ટાઈટન્સ ગિલને રિટેન કરશે. ગિલ સિવાય અન્ય ચાર ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી જાળવી રાખશે.

IPL 2025: ક્યારેય અડધી સદી નથી ફટકારી છતાં CSK-MI-GT આ ખેલાડી પાછળ કરોડો ખર્ચવા તૈયાર

IPL 2025 પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈપણ કિંમતે ખેલાડી ખરીદવા માંગે છે. મોટી વાત એ છે કે ગુજરાત ટાઈટન્સ પણ આ ખેલાડીને ખરીદવામાં રસ ધરાવે છે.

IPL 2025 : પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ટાઈટન્સનો બેટિંગ મેન્ટર બનશે !

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન વ્હાઈટ-બોલ હેડ કોચ ગેરી કર્સ્ટન IPLની છેલ્લી સિઝન સુધી ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ અને મેન્ટર હતા. પરંતુ હવે પાર્થિવ પટેલ તેનું સ્થાન લઈ શકે છે. ગેરી કર્સ્ટન આ વર્ષે ગુજરાત ટાઈટન્સ છોડીને પાકિસ્તાન ટીમ સાથે જોડાયા હતા.

IPL 2025માં ગુજરાત ટાઈટન્સનો હેડ કોચ આશિષ નેહરા જ રહેશે, મળશે કરોડો રૂપિયાનો પગાર

ગુજરાત ટાઈટન્સની ફ્રેન્ચાઈઝી તાજેતરમાં CVC ગ્રુપ દ્વારા વેચવામાં આવી હતી. IPL 2025માં તેની માલિકી અમદાવાદના ટોરેન્ટ ગ્રુપ પાસે રહેશે. મેનેજમેન્ટમાં ફેરફારને કારણે ટીમના મુખ્ય કોચ આશિષ નેહરાની નોકરી પણ જોખમમાં આવી ગઈ હતી. પરંતુ તાજેતરના અહેવાલ મુજબ, તે આગામી સિઝનમાં પણ ટીમ સાથે જ રહેશે.

દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
g clip-path="url(#clip0_868_265)">