Slim Waist: જિમ વગર કમર પાતળી કરવી છે? તો અપનાવો આ શાનદાર યોગાસનો
વજન વધવાને કારણે લોકોની કમર પર ચરબી ઘણી વાર જમા થાય છે. અહીં જાણો કમરની ચરબી ઘટાડવા માટે કયા યોગાસન કરવા? તમે રોજ સવારે જાગીને આ યોગ કરી શકો છો.

યોગ કરીને તમે તમારા એકંદર સ્વાસ્થ્યમાં ઘણી હદ સુધી સુધારો કરી શકો છો. જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગતા હો તો તમારે દરરોજ યોગ કરવા જોઈએ.

સ્થૂળતાને સમયસર અલવિદા કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સ્થૂળતા ઘણા ગંભીર અને જીવલેણ રોગોને આમંત્રણ આપી શકે છે. ચાલો જાણીએ કેટલાક યોગાસનો વિશે જેની મદદથી તમે ન માત્ર સ્થૂળતાને અલવિદા કહી શકશો, પરંતુ વજન પણ જાળવી શકશો.

બોટ પોઝ(નૌકાસન): આ આસન પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને કોરને મજબૂત બનાવે છે, જેનાથી કમર પાતળી બને છે.

ભુજંગાસન (કોબ્રા પોઝ): આ આસન પેટ અને કમરની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને શરીરના આગળના ભાગને ખેંચે છે. જેનાથી કમર પાતળી થાય છે.

ત્રિકોણાસન (ત્રિકોણ મુદ્રા): આ આસન શરીરને ખેંચે છે અને કમરની આસપાસની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

































































