
ચેન્નાઈ સુપર કિંગ્સ
ચેન્નાઈ સુપર કિંગ્સ જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. 2008માં શરુ થયેલી આ ટીમ ચેન્નાઈના M. A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં તેની ઘરેલું મેચો રમે છે. ટીમની માલિકી ઈન્ડિયા સિમેન્ટ્સની તેની ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ હોલ્ડિંગ કંપની છે. ટીમનો રેકોર્ડ છે પાંચ આઈપીએલ ટાઈટલ જીત્યા છે, સાથે ચેન્નાઈ સુપર કિંગ્સે રમેલી 14 સીઝનમાંથી 12 વખત પ્લેઓફ સ્ટેજ માટે ક્વોલિફાય થઈ છે, જે કોઈપણ અન્ય ટીમ કરતા વધુ છે. ટીમની શરૂઆતથી જ એમએસ ધોની દ્વારા કેપ્ટનશીપ કરવામાં આવી છે અને હાલમાં સ્ટીફન ફ્લેમિંગ કોચ છે. જાન્યુઆરી 2022માં CSK ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઈઝ બન્યું.
2013ના આઈપીએલ સટ્ટાબાજીના કેસમાં તેના માલિકોની સંડોવણીને કારણે ટીમને જુલાઈ 2015થી શરૂ થતી આઈપીએલમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી અને 2018માં પુનરાગમન કર્યું અને સિઝનમાં તેણે ખિતાબ જીત્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો કેપ્ટન એમએસ ધોની છે. કોચ સ્ટીફન ફ્લેમિંગ અને માલિક એન. શ્રીનિવાસન તેમજ મેનેજર રસેલ રાધાકૃષ્ણન છે.
Video : ધોનીની એન્ટ્રી પર મુંબઈ ઈન્ડિયન્સની માલકિન નીતા અંબાણીએ કાન ઢાંક્યા, વીડિયો થયો વાયરલ
IPLની મેચમાં મેદાનમાં ધોનીની એન્ટ્રી થાય ત્યારે આખું સ્ટેડિયમ "ધોની-ધોની" ના નારાથી ગુંજી ઉઠે છે. આ જોરદાર નજારો ફરી એકવાર લગભગ 10 મહિના બાદ જોવા મળ્યો હતો, જ્યારે IPL 2025ની ત્રીજી મેચમાં ચેન્નાઈમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ધોની બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો. જો કે આ સમયે મુંબઈ ઈન્ડિયન્સ ટીમની માલિક નીતા અંબાણીએ જે રીતે ધોનીની એન્ટ્રી પર પ્રતિક્રિયા આપી, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.
- Smit Chauhan
- Updated on: Mar 25, 2025
- 7:08 pm
CSK vs MI : કોણ છે 24 વર્ષનો વિગ્નેશ પુથુર જેમણે ચેન્નાઈ સુપર કિંગ્સને ચિંતામાં નાંખ્યું હતુ
મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ 24 વર્ષના લેફ્ટ આર્મ સ્પિનરને આઈપીએલમાં ડેબ્યુ કરાવ્યું હતુ. પ્રથમ મેચમાં આ યુવા બોલર પોતાના પ્રદર્શનથી ચર્ચામાં છે. તેની શાનદાર બોલિંગ જોઈ ચાહકો હેરાન રહી ગયા હતા. તો ચાલો જાણીએ કોણ છે આ બોલર
- Nirupa Duva
- Updated on: Mar 24, 2025
- 10:59 am
IPL 2025 CSK vs MI ની પહેલી મેચમાં ચેન્નાઈની જીત, પણ થઈ ગઈ એક મોટી ભૂલ ! જાણો રોમાંચક મેચના 3 સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ
IPL 2025 ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું. નૂર અહેમદના 4 વિકેટ અને ખલીલ અહેમદના 3 વિકેટના પ્રદર્શનથી ચેન્નાઈનો બોલિંગ વિભાગ ચમક્યો.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 11:39 pm
IPL 2025 માં નીતા અંબાણીની આખી ટીમના નાકે દમ કરનાર થાલાની ટીમનો નૂર અહેમદ, જેણે લીધી MI ની મોટી વિકેટો
ચેન્નાઈ સુપર કિંગ્સે મેગા ઓક્શનમાં સૌથી મોટો દાવ અફઘાનિસ્તાનના લેફ્ટ હેન્ડ સ્પિનર નૂર અહેમદ પર લગાવ્યો. તેણે IPL 2025 માં આવતાની સાથે જ તબાહી મચાવી દીધી છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે ઘાતક બોલિંગ કરી અને તેમને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 10:56 pm
Video : 0.12 સેકન્ડનો કમાલ, પલક જપકતા સ્ટમ્પ ઉડી ગયા, જુઓ MS ધોની એ સૂર્યકુમાર યાદવને કેવી રીતે કર્યો આઉટ ?
IPL 2025 ની ત્રીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. 23 માર્ચે ચેપોકમાં યોજાયેલી આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોની રમવા આવ્યો હતો. પહેલી જ મેચમાં તેણે વીજળીની ગતિથી સ્ટમ્પિંગ કરીને બધાને ચોંકાવી દીધા.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 10:02 pm
Rohit Sharma IPL Duck : IPL ના ઇતિહાસમાં ખૂબ સૌથી ખરાબ રેકોર્ડમાં નંબર 1 પોઝિશન પર આવી ગયો રોહિત શર્મા
IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચમાં રોહિત શર્મા ખાતું ખોલી શક્યો ન હતો. તેણે એક શરમજનક રેકોર્ડની બરાબરી કરી છે.
- Sagar Solanki
- Updated on: Mar 23, 2025
- 8:54 pm
IPL 2025ની પ્રથમ મેચ પહેલા એમએસ ધોનીએ નિવૃત્તિ અંગે મૌન તોડ્યું, કહ્યું હું વ્હીલચેર પર
એમએસ ધોની ફરી એક વખત આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. આ સીઝનમાં તે પોતાની પ્રથમ મેચ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ વિરુદ્ધ રમશે. આ પહેલા ધોનીએ પોતાના સંન્યાસ અંગે મોટું નિવેદન પણ આપ્યું છે.
- Nirupa Duva
- Updated on: Mar 23, 2025
- 5:07 pm
Breaking News : MI vs CSK મેચ પહેલા ચાહકો માટે ખરાબ સમાચાર, છેલ્લી ઘડીએ મેચ રદ થઈ શકે છે!
આઈપીએલ 2025ની ત્રીજી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Mar 23, 2025
- 11:26 am
Grok AI Predictions on IPL : IPL વિશે Grok AI ની મોટી ભવિષ્યવાણી ! MI, CSK, KKR અને GT ને ગણાવ્યા જીતના દાવેદાર, જુઓ ડેટા વિશ્લેષણ
Grok ના ડેટા વિશ્લેષણના આધારે, એલોન મસ્કના AI ચેટબોટ ગ્રોકે પ્લેઓફ માટે ચાર ટીમોને મજબૂત દાવેદાર તરીકે ગણી છે. તે કહે છે કે MI, CSK, KKR અને GT અન્ય ટીમો કરતાં વધુ મજબૂત દેખાઈ રહ્યા છે.
- Sagar Solanki
- Updated on: Mar 22, 2025
- 8:03 pm
IPL 2025 : આઈપીએલમાં ચમકશે બાપુ, ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક
IPL 2025ની પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજા 41 રન બનાવતા જ એક ખાસ રેકોર્ડ બનાવશે. આ એક એવો રેકોર્ડ હશે. જે આજ સુધી કોઈ ઓલરાઉન્ડર આવો રેકોર્ડ બનાવી શક્યો નથી.
- Nirupa Duva
- Updated on: Mar 20, 2025
- 12:25 pm
IPL 2025નો ‘બુઢ્ઢો શેર’ આ વર્ષે કરશે શિકાર ? કે પછી લઈ લેશે સંન્યાસ
IPL 2025માં દેશ વિદેશના અનેક ખેલાડીઓ પોતાનો જલવો બતાવશે, જેમાં યુવાથી લઈ અનુભવી અને ભવિષ્યના સ્ટારથી લઈ વર્તમાન સમયના સુપરસ્ટાર ખેલાડીઓ પર બધાની નજર રહેશે. છતાં સૌથી વધુ ચર્ચા તો IPL 2025ના સૌથી બુઢ્ઢા શેર એટલે કે આ સિઝનના સૌથી વધુ ઉંમરના ખેલાડીની જ થશે. આ ખેલાડી કોણ છે અને શું તે આ વર્ષે ટ્રોફીનો શિકાર કરી શકશે (ટ્રોફી જીતી શકશે) અને સિઝન દરમિયાન કે સિઝન બાદ સંન્યાસ લેશે? આ સવાલ દરેક ક્રિકેટ ફેનના મનમાં છે.
- Smit Chauhan
- Updated on: Mar 17, 2025
- 5:27 pm
IPL 2025માં આ ટીમનું શેડ્યૂલ સૌથી વધુ થકવી નાખનારું, જાણો કોને મળશે સૌથી વધુ આરામ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થશે. આ દરમિયાન બધી ટીમો લીગ તબક્કામાં 14-14 મેચ રમશે, જેના માટે તેમને 8 અલગ અલગ સ્ટેડિયમમાં જવું પડશે. આવી સ્થિતિમાં, બધી ટીમોને ઘણી મુસાફરી કરવી પડશે.
- Smit Chauhan
- Updated on: Mar 15, 2025
- 4:20 pm
IPL 2025ની તમામ 10 ટીમોના કેપ્ટન નક્કી, 5 નવા ખેલાડીઓને મળી કમાન 9 ભારતીય અને 1 વિદેશી
ક્રિકેટનો રોમાંચ શરુ થવાને હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સે પણ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. તો હવે આઈપીએલ 2025માં તમામ ટીમના કેપ્ટનના નામ સામે આવી ચૂક્યા છે. તો ચાલો જાણીએ આઈપીએલમાં કઈ ટીમનો કેપ્ટન કોણ છે.
- Nirupa Duva
- Updated on: Mar 21, 2025
- 2:07 pm
IPL 2025 ધોનીની છેલ્લી સિઝન હશે ! ‘થાલા’એ ટી-શર્ટ પર કોડ વર્ડમાં આપ્યો સંકેત
IPL 2025 સિઝન પહેલા તૈયારીઓ માટે ચેન્નાઈ સુપર કિંગ્સનો ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ રહ્યો છે અને આ માટે, ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની બુધવારે ચેન્નાઈ પહોંચ્યો હતો. જ્યારે તે ચેન્નાઈ પહોંચ્યો ત્યારે તેના ચાહકો ખૂબ ખુશ હતા પરંતુ તેના ટી-શર્ટ પર લખેલા મેસેજે બધાને નિરાશ કર્યા હતા.
- Smit Chauhan
- Updated on: Feb 26, 2025
- 9:29 pm
IPL 2025 : ધોનીના આ ફોટોએ લાખો ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું, આઈપીએલ પહેલા પ્રેક્ટિસ શરૂ કરી
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024 બાદ હવે IPL 2025માં ધુમ મચાવવા માટે તૈયાર છે. જેના માટે માહીએ બેટિંગ પ્રેક્ટિસ શરુ કરી દીધી છે. બેટિંગની પ્રેક્ટિસ કરતો ધોનીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 20, 2025
- 2:21 pm