દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ) એક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ સ્પોર્ટ્સની માલિકીની છે. ટીમનું હોમ ગ્રાઉન્ડ નવી દિલ્હીમાં આવેલું અરુણ જેટલી સ્ટેડિયમ (પહેલા ફિરોઝ શાહ કોટલા) છે. ટીમના કેપ્ટન ડેવિડ વોર્નર અને કોચ રિકી પોન્ટિંગ છે. રિષભ પંતનો અકસ્માત થયો અને ઈજાગ્રસ્ત છે ત્યારથી ડેવિડ વોર્નર ટીમના કેપ્ટન છે. આ વખતે 2024માં જોવાનું રહેશે રિષભ પંત આઈપીએલ રમી કેપ્ટનશીપ નિભાવે છે કે નહિ, કેપ્ટન ડેવિડ વોર્નર ,કોચ રિકી પોન્ટિંગ, અધ્યક્ષ પાર્થ જિંદાલ, બેટિંગ કોચ પ્રવિણ આમરે, બોલિંગ કોચ જેમ્સ હોપ્સ, ફિલ્ડિંગ કોચ બીજુ જ્યોર્જ, માલિક JSW સ્પોર્ટ્સ (50%), જીએમઆર સ્પોર્ટ્સ (50%), મેનેજર સિદ્ધાર્થ ભસીન છે.
ડિસેમ્બર 2018માં ટીમે તેનું નામ દિલ્હી ડેરડેવિલ્સથી બદલીને દિલ્હી કેપિટલ્સ રાખ્યું છે. ટીમની જર્સીનો રંગ બ્લુ અને લાલ છે. દિલ્હી કેપિટલ્સ 2020માં પ્રથમ વખત IPL ફાઇનલમાં આવી હતી, ટીમ હજુ સુધી કોઈ ટાઈટલ જીતી શકી નથી.