Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: હોળી રમતા ફોનમાં પાણી કે રંગ ભરાય જાય તો તરત જ અપનાવો આ ટ્રિક

ફોન પાણીમાં કે રંગ ભરાઈ જાય તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ છે કે હવે ફોન ખરાબ થઈ જશે પણ ગભરાવાની જરૂર નથી. યોગ્ય પગલાં લઈને તમે તમારા ફોનને નુકસાન થવાથી બચાવી શકો છો. આ સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તે અમને જણાવો.

| Updated on: Mar 13, 2025 | 2:30 PM
હોળીનો તહેવાર રંગો અને આનંદનો પ્રસંગ છે, પરંતુ આ દરમિયાન જો તમારો ફોન પાણીમાં કે રંગ ભરાઈ જાય તો આપણે ચિંતામાં મુકાઈ જઈએ છે કે હવે ફોન ખરાબ થઈ જશે પણ ગભરાવાની જરૂર નથી. યોગ્ય પગલાં લઈને તમે તમારા ફોનને નુકસાન થવાથી બચાવી શકો છો. આ સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ તે અમને જણાવો.

1 / 8
જો તમારો ફોન ભીનો થઈ જાય તો સૌથી પહેલા તેને તરત જ બંધ કરો. આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થશે.

2 / 8
જે બાદ ફોનનું કવર, સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાઢી નાખો અને તેને બાજુ પર રાખો જેથી અંદરનો ભેજ ઝડપથી સુકાઈ જાય.

3 / 8
આ બાદ સ્વચ્છ અને સૂકા કપડાથી ફોનને હળવા હાથે લૂછી લો, જેથી અંદર રહેલું પાણી ઊડી જાય. જો તમારી પાસે વેક્યૂમ ક્લીનર હોય, તો ફોનમાંથી તમામ ભેજ બહાર કાઢવા માટે તેનો ઉપયોગ કરો. હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં, કારણ કે ગરમ હવા ફોનના સર્કિટને નુકસાન પહોંચાડી શકે છે.

4 / 8
ફોનને 24-48 કલાક માટે ચોખામાં મુકી દો જેથી અંદરનો ભેજને શોષાય જાય . હવે 24 કલાક બાદ ફોન સંપૂર્ણપણે સુકાઈ જાય પછી જ તેને ચાલુ કરવાનો પ્રયાસ કરો. જો આ બાદ પણ ફોન ચાલુ ના થાય તો સર્વિસ સેન્ટર પર લઈ જાવ

5 / 8
આ સિવાય જો તમારા ફોનના નીચેના હોલમાં ગુગાલનો રંગ ભરાય ગયો હોય તો કોટન બર્ડની મદદથી તેને સાફ કરી શકો છો, આ સિવાય જો સ્પિકરમાં રંગ ભરાય ગયો હોય તો speaker dust cleaning sound દ્વારા પણ તમે ફોનના સ્પીકરને સાફ કરી શકો છો

6 / 8
જો તમારા ફોન પર રંગનો ડાઘ પડી ગયો છે, તો તમે માઈલ્ડ ક્લીનિંગ સોલ્યુશનનો ઉપયોગ કરી શકો છો. જે બાદ ફોનને ભીના કપડાથી હળવા હાથે લૂછી લો.

7 / 8
હોળી રમતા પહેલા ફોનને વોટરપ્રૂફ પાઉચમાં રાખો અથવા વોટરપ્રૂફ ફોન કવરનો ઉપયોગ કરો. આ સિવાય ફોનને ખિસ્સામાં રાખવાને બદલે તેને સુરક્ષિત જગ્યાએ રાખો. જો તમે આ સાવચેતીઓ અપનાવશો તો તમારો ફોન સુરક્ષિત રહેશે અને હોળીની મજા પણ અકબંધ રહેશે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">