વુમન્સ પ્રીમિયર લીગ
વુમન્સ પ્રીમિયર લીગ (WPL) એ ભારતમાં મહિલાઓની Twenty20 ક્રિકેટ ફ્રેન્ચાઈઝી લીગ છે. તેનું બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સંચાલન કરે છે. ઓક્ટોબર 2022માં BCCI એ જાહેરાત કરી હતી કે તેઓ માર્ચ 2023માં યોજાનારી પાંચ ટીમોની ટુર્નામેન્ટ પર વિચાર કરી રહ્યા છે.
આ લીગ વુમન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ તરીકે જાણીતી હતી. પરંતુ 25 જાન્યુઆરી 2023ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેને ઓફિશિયલ રીતે વુમન્સ પ્રીમિયર લીગ નામ આપ્યું. 28 જાન્યુઆરી 2023ના રોજ બીસીસીઆઈએ 2027 સુધી લીગના ટાઈટલ સ્પોન્સરશીપ અધિકારો માટે બિડ આમંત્રિત કર્યા હતા. ટાટા ગ્રૂપે બિડ જીતી લીધી હતી. પ્રથમ સિઝન મુંબઈ અને નવી મુંબઈમાં રમાઈ રહી છે, જેમાં પાંચ ફ્રેન્ચાઈઝી ભાગ લીધો હતો.
આ પાંચ ટીમમાં દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સનો સમાવેશ થાય છે. પહેલી સિઝનમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવીને વુમન્સ પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગ 345 રન બનાવીને ટુર્નામેન્ટની ટોપ સ્કોરર રહી હતી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની હેલી મેથ્યુઝે 10 મેચમાં 16 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી.