Women’s Health : પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓમાં થાઇરોઇડનું સ્તર કેમ વધે છે? કેવી રીતે નિયંત્રિત કરવું
મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન થાઈરોડની બિમારી સામાન્ય છે પરંતુ શું આ બિમારી બાળકોના જન્મ બાદ પણ રહી શકે છે? પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડ રોગ શા માટે થાય છે અને તેને કેવી રીતે નિયંત્રિત કરી શકાય? નિષ્ણાતો પાસેથી આ વિશે ચાલો જાણીએ.

પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓમાં અનેક સ્વાસ્થ સમસ્યા થાય છે. પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસથી લઈ સ્થુળતાની સમસ્યા થાય છે. કેટલીક મહિલાઓમાં પ્રેગ્નન્સીમાં થાઈરોડની બિમારી જોવા મળે છે.

પ્રેગ્નન્સીમાં આ સમસ્યા શું છે અને બાળકોના જન્મ બાદ પણ રહે છે? મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન થાઈરોડનું લવેલ વધે તો તેને થાઈરોડ ડિસફંક્શન કહેવામાં આવે છે. આ સમસ્યા પ્રેગ્નન્સી દરમિયાન હાર્મોનલ પરિવર્તનોના કારણે થાય છે.

પ્રેગ્નન્સી દરમિયાન થાઈરોડ સ્ટિમુલેટિંગ હાર્મોનનું લેવલ વધી જાય છે. જેનાથી થાઈરોડનું કાર્ય પ્રભાવિત થઈ શકે છે. કેટલીક મહિલાઓમાં પ્રેગ્નન્સી દરમિયાન આયોડીનની ઉણપ થાય છે. આયોડીન થાઈરોડ હોર્મોન માટે જરુરી છે.

યોગ્ય માત્રમાં આયોડીન ન મળવાથી થાયરોડ ડિસફંક્શન થઈ શકે છે. જેના કારણે મહિલાઓમાં વજન વધી શકે છે.કેટલીક મહિલાઓમાં થાઈરોડ ડિસફંક્શનના કારણે થાક અને કમજોરી પણ આવી જાય છે.

પ્રેગ્નન્સીમાં જે મહિલાઓને થાઈરોડની બિમારી હોય છે. તેના મનમાં આ સવાલ રહે છે, શું આ બિમારી બાળકોના જન્મ બાદ રહી શકે છે? આ સવાલના જવાબમાં દિલ્હીના એક ગાયનેકોલોજીસ્ટે જણાવ્યું કે, પ્રેગ્નન્સી દરમિયાન થાઈરોડનું લેવલ વધી જાય છે. પરંતુ એ જરુર નથી કે, તે હંમેશા વધેલું રહે.

તો ચાલો જાણીએ થાઈરોડ ડિસફંક્શનને કંટ્રોલ કઈ રીતે કરી શકાય.પ્રેગ્નન્સી દરમિયાન નિયમિત તપાસ કરવાથી થાઈરોડ ડિસફંક્શનની જાણ થઈ શકે છે. આયોડીનનું સેવન જરુરી છે.જેના માટે આયોડીન વાળું મીઠું ખાવું. માનસિક તણાવ ન લેવો, લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો. ડાયટમાં પ્રોટીન અને વિટામિન જરુર સામેલ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































