કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ કેપ્ટન શ્રેયસ અય્યર છે, જ્યારે કોચ ચંદ્રકાંત પંડિત, માલિક શાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતા છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા શહેરનું પ્રતિનિધિત્વ કરતી ક્રિકેટ ટીમ છે. આ ફ્રેન્ચાઇઝી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની છે. સેલિબ્રિટી માલિકોની આ ટીમ હોવાને કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર આ ફ્રેન્ચાઇઝીએ 2011માં પ્રથમ વખત IPL પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.

ટીમ ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને 2012માં IPL ચેમ્પિયન બની હતી. T20માં કોઈપણ ભારતીય ટીમ દ્વારા સૌથી લાંબી જીતનો રેકોર્ડ નાઈટ રાઈડર્સના નામે છે, કોલકાતા સિઝન 2011 થી પાંચ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. ગૌતમ ગંભીરના નેતૃત્વમાં 2012 અને 2014માં IPL ટાઇટલ જીત્યા છે.

 

 

Read More

આક્રમક ક્રિકેટર રિંકુ સિંહની મહિલા સંસદસભ્ય સાથે થઈ સગાઈ ! જાણો સમગ્ર કિસ્સો

ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે સગાઈ કરી લીધી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. ટૂંક સમયમાં રિંકુ સિંહ લગ્ન કરવા જઈ રહ્યો છે એવા પણ સમાચાર સામે આવ્યા છે.

Venkatesh Iyers Love Story : ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કર્યા લગ્ન, મલ્ટી ટેલેન્ટેડ છે ક્રિકેટરની પત્ની

ટીમ ઈન્ડિયાનો યુવા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પોતાની બેટિંગ અને બોલિંગ માટે જાણીતો છે. વેંકટેશ અય્યર પોતાની પર્સનલ લાઈફને લઈ ખુબ ચર્ચામાં રહે છે. તો આજે આપણે વેંકટેશ અય્યરની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

આ છે ટીમ ઈન્ડિયાનો સૌથી વધારે ભણેલો ક્રિકેટર, કરોડો રુપિયાની કમાણી કરે છે

ક્રિકેટરો માટે અભ્યાસ કરવો ખુબ મુશ્કેલ કામ છે પરંતુ ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી એવો પણ છે. જેની પાસે અનેક ડિગ્રીઓ છે. તે 17 લાખ કરોડની કંપનીમાં નોકરી પણ ઠુકરાવી ચુક્યો છે. આજે સૌથી વધારે ભણેલા-ગણેલા ક્રિકેટરો વિશે વાત કરીશું. જે ક્રિકેટમાં કરોડો રુપિયાની કમાણી કરે છે.

23.75 કરોડમાં IPL ઓક્શનમાં KKRમાં સામેલ આ ભારતીય ક્રિકેટર હવે બનશે ડોક્ટર

ટીમ ઈન્ડિયાના ખેલાડી વેંકટેશ અય્યરે 2015માં T20 અને લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું જ્યારે તેની બેચલર ઑફ કોમર્સ ડિગ્રી મેળવી હતી. આ પછી તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ શરૂ કર્યો. પછી તે છોડીને MBAની ડિગ્રી મેળવી. હવે તે PHD કરવા જઈ રહ્યો છે.

IPL 2025 : વેંકટેશ અય્યર નહીં, 1.5 કરોડમાં ટીમમાં સામેલ કરેલ આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન!

KKRના નવા કેપ્ટન વિશે સમાચાર સામે આવી રહ્યા છે. એવા સમાચાર છે કે કોલકાતા ફ્રેન્ચાઇઝી તેને પોતાનો કેપ્ટન બનાવી શકે છે જેના પર તેણે માત્ર 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે નવા કેપ્ટન અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

‘વફાદારી મોંઘી છે’… આ ક્રિકેટરની પત્ની શાહરૂખ ખાનની ટીમ પર થઈ ગુસ્સે

IPL 2025ની હરાજીમાં જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે નીતિશ રાણાને ન ખરીદ્યો ત્યારે તેની પત્ની સચી મારવાહ ગુસ્સે થઈ ગઈ હતી. સચીએ સોશિયલ મીડિયા પર KKR વિરુદ્ધ પોસ્ટ કરી છે જે આ ટીમના ચાહકોને પસંદ નહીં આવે.

IPL 2025 Kolkata Knight Riders Squad : ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓનું લિસ્ટ જુઓ

ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ મેગા ઓક્શનમાં મજબૂત ટીમ તૈયાર કરી છે. ફ્રેન્ચાઇઝીએ અગાઉ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. તો ચાલો જોઈએ બોલિવુડ સ્ટાર શાહરુખ ખાનની આઈપીએલ ટીમ કેવી છે.

IPL Auction 2025: ઓક્શનમાં જોવા મળેલી ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ છે ? KKR સાથે છે ખાસ કનેક્શન

IPL-2025 માટેની મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ જેદ્દાહમાં ચાલી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સે હરાજીના પહેલા દિવસે ઋષભ પંત પર 27 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ સાથે પંત IPL ઓક્શન ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. ત્યારે આ ચર્ચાઓ વચ્ચે મિસ્ટ્રી ગર્લ ચર્ચામાં આવી છે.

IPL Mega Auction 2025 : 2 દિવસનો મેગા ઓક્શન સમાપ્ત, ખેલાડીઓ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ

IPL 2025 મેગા ઓક્શન થયું સમાપ્ત. આ ઓક્શનમાં કુલ 182 ખેલાડીઓ વેચાયા. રિષભ પંત 27 કરોડ રૂપિયા સાથે સૌથી મોંઘી કિંમતે વેચાયો હતો. આ IPL 2025 મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસ ચાલ્યું હતું. 10 ટીમોએ કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

KKR, IPL Auction 2025: અય્યરની ઘર વાપસી, શાહરુખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સે 23.75 કરોડમાં ખરીદ્યો

શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ 3 વખત આઈપીએલ ચેમ્પિયન રહી છે. આ હરાજીમાં તેણે જે ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે તેની જેમ તે આઈપીએલ 2025માં પોતાના ટાઈટલનો બચાવ કરે તો નવાઈ નહીં.

IPL 2025 Mega Auction Live : ક્યારે, ક્યાં અને કેવી રીતે મોબાઈલમાં મફતમાં જોઈ શકાશે ઓક્શન, જાણો

આઈપીએલ 2025નું મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ છે. આ વખતે બીસીસીઆઈએ આઈપીએલ ઓક્શનનું આયોજન જેદ્દામાં કરવાનો નિર્ણય લીધો છે. તો જાણો ક્યાં અને ક્યારે તમે મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકશો.

IPL 2025ની મેગા ઓક્શનમાં આ 5 ટીમો નવા કેપ્ટનની શોધમાં, આ સીઝન ખુબ ખાસ હશે

આઈપીએલ 2025ના મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સઉદી અરબના જેદ્દામાં થશે. અહિ 5 ફ્રેન્ચાઈઝી આ વખતે ઓક્શનમાં નવા કેપ્ટનની શોધ કરતી જોવા મળશે.

IPL 2025 : KKRએ રિટેન ન કર્યો, તો આ ખેલાડીએ ચુપચાપ RCBનો કર્યો સંપર્ક

IPL 2025 પહેલા મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ યુવા ખેલાડીઓ માટે ટ્રાયલ યોજી હતી, જેમાં ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો એક ખેલાડી પણ આવ્યો હતો. એટલે કે RCB ટીમની નજર તેના પર છે અને તે હરાજીમાં આ યુવા ખેલાડી પર દાવ લગાવી શકે છે.

IPL 2025 : 13 કરોડના પગાર બાદ હવે KKRનો કેપ્ટન બનશે રિંકુ સિંહ?

રિંકુ સિંહને KKR દ્વારા IPL 2025 માટે 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો અને હવે એવા અહેવાલો છે કે આ ખેલાડી KKRનો નવો કેપ્ટન બની શકે છે. સવાલ એ છે કે શું રિંકુ સિંહ આ માટે તૈયાર છે?

IPL 2025 : કેકેઆરે 13 કરોડમાં રિટેન કર્યા બાદ, રિંકુ સિંહે આલીશાન બંગલો ખરીદ્યો

કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે પોતાના પ્રદર્શનને લઈ ને નહિ પરંતુ આલીશાન ઘરને લઈ ચર્ચામાં છે. કોલકત્તા નાઈટરાઈડર્સે રિંકુ સિંહને રિટેન કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">