Gir Somnath : સોમનાથ-ભાવનગર હાઈવે પર 30 મુસાફર ભરેલી બસ પલટી,14 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
ગુજરાતના ગીર સોમનાથમાં વધુ એક વાર ભયંકર અકસ્માત સર્જાયો છે. ગીર સોમનાથમાં મુસાફર ભરેલી બસ પલટી ગઈ હતી. સોમનાથ - ભાવનગર હાઈવે પર બસ પલટતા અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતના ગીર સોમનાથમાં વધુ એક વાર ભયંકર અકસ્માત સર્જાયો છે. ગીર સોમનાથમાં મુસાફર ભરેલી બસ પલટી ગઈ હતી. સોમનાથ – ભાવનગર હાઈવે પર બસ પલટતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઉંબરી ગામના પાટીયા પાસે દુર્ઘટના બની છે. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
બસમાં સવાર 14 મુસાફરોને વધુ ઈજા પહોંચી
અકસ્માતની સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો એક ખાનગી બસ સોમનાથથી ભાવનગર હાઈવે પર યાત્રિકો સાથે આવતી હતી. ત્યારે ઉંબરીના પાટીયા નજીક અચાનક બસ બેકાબૂ બની ડીવાઈડર પર ચઢી ગઈ. બસ પલટી જતા તેમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો, પોલીસ અને 108 એમ્બ્યુલન્સો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બસમાં સવાર 30 જેટલા મુસાફરોમાંથી 14 મુસાફરોને વધુ ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી અમુક મુસાફરોની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે આદિત્ય બિરલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર બસ ખૂબ ઝડપમાં હતી અને અચાનક નિયંત્રણ ગુમાવી ડીવાઈડર પર ચઢી જતાં પલટી ખાઈ ગઈ હતી. બીજી તરફ માછીમાર સમાજના સ્થાનિક આગેવાનનો દાવો છે કે, બસ ચાલક નશાની હાલતમાં હતો.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
