DC vs MI, WPL 2025 Final : WPL ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે? તમે ભારતમાં ટાઇટલ મેચ કેવી રીતે જોઈ શકશો?
હવે વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2025ના વિજેતાનો નિર્ણય લેવા માટે માત્ર એક જ મેચ બાકી છે. ટાઇટલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ એકબીજા સામે ટકરાશે.

WPL 2025 ના એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું અને બીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો ચાલો જાણીએ WPL ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે?

વુમન્સ પ્રીમિયર લીગ 2025ની શરુઆત 14 ફેબ્રુઆરીથી કરવામાં આવી હતી. હવે 1 મહિના બાદ ફાઈનલમાં વિજેતા કોણ બનશે. તેની જાણ થશે. 13 માર્ચે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે બંને ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે.

WPLની પહેલી સીઝનની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની સામે દિલ્હી કેપિટલ્સનો પડકાર હશે. દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેતા સીધી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. તો મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતી.ત્યારબાદ તેને એલિમિનેટર મેચ રમવી પડી હતી.

દિલ્હી અને મુંબઈ બંન્નેના 10-10 અંક હતા. હવે 15 માર્ચના રોજ દિલ્હી અને મુંબઈની ટીમ ફાઈનલમાં આમને-સામને થશે.

બંન્ને ટીમ ખિતાબ જીતવા મેદાનમાં ઉતરશે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે WPL 2025 ની ફાઇનલ મેચ શનિવાર, 15 માર્ચે રમાશે. આ ફાઈનલ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. WPL 2025ની ફાઈનલ માટે ટોસ સાંજે 7 કલાકે થશે.

જો તમે વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ ટીવી પર જોવા માંગો છો તો ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઈવ જોઈ શકશો. તેમજ WPL 2025ની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર જોઈ શકશો. તેમજ વુમન્સ પ્રીમિયર લીગની મેચની તમામ અપડેટ તમે ટીવી 9 ગુજરાતીના વેબ પોર્ટલ પર વાંચી શકશો.
વુમન્સ પ્રીમિયર લીગ 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક

































































