Virat Kohli New Look : IPL 2025 પહેલા વિરાટ કોહલીએ બદલી હેરસ્ટાઇલ, નવા લુકની અદ્ભુત તસવીરો આવી સામે
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ આઈપીએલ 2025 શરૂ થાય તે પહેલા પોતાનો લુક બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં વિરાટ કોહલી ટ્રેન્ડી હેરસ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે.

ભારતીય ટીમને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં વિરાટ કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પાંચ મેચમાં 218 રન બનાવ્યા જેમાં અનુક્રમે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

જમણા હાથનો આ અનુભવી બેટ્સમેન ટૂંકા વિરામ પછી ફરીથી એક્શનમાં જોવા મળશે. કોહલી ફરી એકવાર IPLમાં RCBનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. મેગા ઓક્શન પહેલા RCB એ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા. આમાં કોહલીનું નામ પણ સામેલ હતું. તેમને RCB એ 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા.

IPL 2025 દ્વારા મેદાનમાં પાછા ફરતા પહેલા, કોહલી તાજેતરમાં ટ્રેન્ડી હેરસ્ટાઇલ સાથે જોવા મળ્યો હતો. હેર સ્ટાઇલિશ આલીમ હાકિમે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિરાટ કોહલીના નવા લુકની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કોહલી પહેલા કરતા એકદમ અલગ અને આકર્ષક લાગી રહ્યો છે.

IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. ટુર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ અને આરસીબી વચ્ચે રમાશે. આ મેચ KKR ના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે આયોજિત થશે. અન્ય બધી ટીમોની જેમ, RCB પણ નવા દેખાવમાં જોવા મળશે.

આ વખતે ટીમનું નેતૃત્વ યુવા બેટ્સમેન રજત પાટીદાર કરશે. RCB છેલ્લા 17 સીઝનથી ટ્રોફી જીતી શક્યું નથી, તેથી હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ફ્રેન્ચાઇઝી આ વખતે ટ્રોફીના દુષ્કાળનો અંત લાવવામાં સફળ રહે છે કે નહીં.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરી ક્લિક

































































