Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના માલિક યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (યુએસએલ) કોચ સંજય બાંગર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર શોર્ટમાં RCB તરીકે ઓળખાય છે, જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમે છે. કંપનીની લિકર બ્રાન્ડ રોયલ ચેલેન્જના નામ પરથી તેનું નામ આપવામાં આવ્યું હતું. રોયલ ચેલેન્જર્સે આઈપીએલ ટાઈટલ જીત્યું નથી પરંતુ 2009 અને 2016 વચ્ચે ત્રણ વખત રનર્સ અપ રહી છે. ટીમની જર્સીનો રંગ લાલ છે. આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે.

 

Read More

RCB vs PBKS મેચમાં વરસાદનો વિલંબ, વરસાદને કારણે વિલંબ અંગે શું છે IPLનો નિયમ?

આ IPLની 18મી સિઝનમાં છે અને લગભગ દરેક સિઝનમાં વરસાદને કારણે એક કે બે મેચ પ્રભાવિત થાય છે. IPL 2025ની પહેલી 33 મેચ સુધી ખેલાડીઓ, ચાહકો અને આયોજકોને આ બાબતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. પરંતુ શુક્રવાર 18 એપ્રિલના રોજ બેંગલુરુમાં 34મી મેચ પહેલા હળવા વરસાદે બ્લોકબસ્ટર મુકાબલાની આશા પર પાણી ફેરવી દીધું હતું. વરસાદને કારણે મેચ શરૂ થઈ શકી નહીં અને ટોસ પણ સમયસર થઈ શક્યો નહીં. આવા સમયે, એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે IPL 2025માં વરસાદ કે અન્ય કોઈ કારણોસર વિલંબ થવાના નિયમો શું છે?

RR vs RCB : ચાલુ મેચમાં અચાનક આવ્યું ચેકિંગ, હેટમાયરનું બેટ કેમ તપાસ્યું ? જાણો

IPL 2025 ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ સમય દરમિયાન, રાજસ્થાન બેટિંગ કરી રહ્યું હતું ત્યારે એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી. ખરેખર, લાઈવ મેચમાં અમ્પાયરે શિમરોન હેટમાયરના બેટની તપાસ કરી.

RR vs RCB : ફિલ સોલ્ટ-વિરાટ કોહલીએ રાજસ્થાનને આપી સજા, જયપુરમાં બેંગ્લોરની બોલબાલા

રજત પાટીદારના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આ સિઝનમાં ચોથી જીત મેળવી છે અને ચારેય જીત અન્ય ટીમોના ઘરઆંગણે મળી છે. જ્યારે જયપુરમાં, યજમાન રાજસ્થાન આ સિઝનની પહેલી મેચ હારી ગયું.

RR vs RCB: વિરાટ કોહલીનું બેટ ગર્જ્યું, ફટકારી અડધી સદીની સેન્ચ્યુરી, બની ગયો એશિયાનો પહેલો બેટ્સમેન

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો છે. તે T20 માં અડધી સદી ફટકારનાર વિશ્વનો બીજો અને એશિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.

IPL 2025 : RR vs RCB ની મેચમાં વિરાટ કોહલીએ 17 મી ઓવરના 5માં બોલે કરી ભૂલ, ટીમને થયું મોટું નુકસાન

IPL 2025 ની આ સિઝનમાં બેટથી ઉતાર-ચઢાવવાળા ફોર્મનો સામનો કરી રહેલા વિરાટ કોહલી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ તે પહેલાં, ટીમને વિરાટ કોહલીના ફિલ્ડિંગમાં મજબૂત પ્રદર્શનની પણ જરૂર હતી. આ બાબતે કોહલીએ ટીમને નિરાશ કરી. આજે તેણે કરેલી ભૂલના કારણે ટીમને નુકસાન થયું છે.

13 એપ્રિલના મહત્વના સમાચાર : જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો વાયરલ થતા સાધુ ચંદ્રસગર સામે ભભુક્યો રોષ, મૂર્તિ બનાવવાના નામે ચાંદી ભેગી કરવાનો પણ લાગ્યો આરોપ

IPL 2025 ની 28મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. બંને ટીમો પોતાની પાછલી મેચ હાર્યા બાદ અહીં આવી છે.

RCB vs DC : વિરાટ કોહલીએ ચોથી ઓવરના 5માં બોલે કરી એક ભૂલ, આખી ટીમ લોહીના આંસુએ રડી

IPL 2025 ની 25મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને શરૂઆતમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો. સારી શરૂઆત વચ્ચે, વિરાટ કોહલીની એક ભૂલે ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી. ચાલો તમને જણાવીએ કે તે ભૂલ શું હતી.

RCB vs DC : 25 બોલમાં RCBનો ખેલ ખતમ, 20 વર્ષનો ખેલાડી બેંગ્લોરમાં ચમક્યો, કોહલી પણ ન બચ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ફરી એકવાર ઘરઆંગણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને આ વખતે તેમની મુશ્કેલીનું કારણ દિલ્હી કેપિટલ્સના 20 વર્ષીય ઓલરાઉન્ડર વિપરાજ નિગમ હતા. આ એક ખેલાડીએ બેંગલુરુની ઇનિંગનો આખો માર્ગ બદલી નાખ્યો.

IPL 2025 : વિરાટ કોહલીએ બનાવ્યો મોટો રેકોર્ડ, IPLમાં 1000 છગ્ગા-ચોગ્ગા ફટકારીને રચ્યો ઈતિહાસ

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ પાવરપ્લેમાં આવતાની સાથે જ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ બે બાઉન્ડ્રી સાથે, વિરાટ કોહલીએ IPLમાં આ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. કોહલી IPLમાં 1000 બાઉન્ડ્રી ફટકારનાર પહેલો ખેલાડી બન્યો હતો.

વિરાટ કોહલીનો 110 કરોડનો કરાર થયો સમાપ્ત, IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર

વિરાટ કોહલીનો રમતગમતના સામાન બનાવતી કંપની પુમા ઈન્ડિયા સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. પુમા ઈન્ડિયાનો વિરાટ સાથે 110 કરોડ રૂપિયાનો કરાર હતો. હવે વિરાટ કોહલી અન્ય કંપની સાથે કામ કરતો જોવા મળશે.

Virat Kohli Instagram : વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પરથી કરોડોની કમાણી કરાવતી પોસ્ટ્સ ડિલીટ કરી ?

વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ખેલાડીઓમાંનો એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેના કુલ 271 મિલિયન ફોલોઅર્સ છે. આવી સ્થિતિમાં, તેની પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયાઓ આવે છે, જેનો ફાયદો કોહલી જાહેરાતો પોસ્ટ કરીને લે છે, કારણ કે કંપનીઓ તેને આ માટે કરોડો રૂપિયા ચૂકવે છે. જો કે અચાનક વિરાટ કોહલીએ આ બધી પોસ્ટ ડિલીટ કરી દેતા કોહલી ફરી હેડલાઈનમાં આવી ગયો છે.

IPL 2025 : RCB પાસેથી એક રન છીનવાઈ ગયો, આ નિયમના કારણે મુંબઈમાં થઈ ઓપન ‘ચીટિંગ’ !

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઈન્ડિયન્સ સામે 221 રન બનાવ્યા હતા. જોકે, આ મેચમાં RCB સાથે ભારે અન્યાય થયો હતો. RCB પાસેથી એક રન છીનવાઈ ગયો હતો અને તેનું કારણ એક નિયમ હતો.

MI vs RCB : વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને ધક્કો માર્યો, બેટ પેવેલિયનમાં ફેંકી દીધું, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સ સામે વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. પોતાની વિસ્ફોટક બેટિંગ દરમિયાન વિરાટે હાર્દિક પંડ્યાને બેટથી મારવાનો પ્રયાસ કર્યો અને બુમરાહને ધક્કો પણ માર્યો હતો, જાણો શું છે મામલો?

IPL 2025 : આજની રોમાંચક મેચમાં પંડ્યા બ્રધર્સ હશે આમને-સામને, જુઓ ફોટો

IPL 2025માં, મુંબઈ ઈન્ડિયન્સનો સામનો રોયલ ચેલેન્જર બેંગ્લોરના પડકાર સામે થશે. આ પડકાર વચ્ચે, બંને ભાઈઓ વચ્ચે પણ ટકકર જોવા મળશે. અમે હાર્દિક અને કૃણાલ પંડ્યા વિશે વાત કરી રહ્યા છીએ.

IPL 2025 : આઈપીએલમાં સૌથી વધુ વિકેટ અને રન અત્યારસુધી ક્યા ખેલાડીએ બનાવ્યા, જાણો

આરસીબી વિરુદ્ધ મેચમાં ગુજરાત ટાઈટન્સના સાંઈ સુદર્શને 49 રનની ઈનિગ્સ રમી હતી. આઈપીએલ 2025માં સૌથી વધારે રન બનવવામાં બીજા સ્થાને છે. તો ચાલો જાણીએ નંબર વન અને ટોપ 5માં કયા ક્યા ખેલાડીઓ છે.

g clip-path="url(#clip0_868_265)">