Ahmedabad : SOG પોલીસની સૌથી મોટી કાર્યવાહી, 1.80 કરોડ રોકડા અને 2 વિદેશી એરગન ઝડપાઈ, જુઓ Video
ગુજરાતમાં કેટલીકવાર નશાકારક પદાર્થ અને ગેરકાયદેસર હથિયાર ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર SOG પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત મોન્ટુ નામદારના ભાઈના ઘરે SOGનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કેટલીકવાર નશાકારક પદાર્થ અને ગેરકાયદેસર હથિયાર ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વાર SOG પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત મોન્ટુ નામદારના ભાઈના ઘરે SOGનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોન્ટુ નામદારના ભાઈ ડેનીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી છે. ડેનીના ઘરેથી 1.80 કરોડ રોકડા અને 2 વિદેશી એરગન મળી આવી હતી. મોન્ટુ નામદાર હાલ હત્યા કેસમાં જેલમાં છે.
વિદેશથી પાર્સલોની આડમાં ઝડપાઈ હતી નશાકારક પદાર્થોની હેરાફેરી
બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી વિદેશથી પાર્સલોની આડમાં નશાકારક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. જુદા- જુદા પાર્સલમાંથી કરોડોની કિંમતનો ગાંજો,ડ્રગ્સ અને ચરસનો જથ્થો કબજે કર્યો હતો. થાઈલેન્ડ, USA, કેનેડાથી મંગાવેલો જથ્થો ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો હતો.
અમદાવાદમાં રમકડા અને અન્ય સામગ્રીની આડમાં ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચ્યો હતો. ઈન્ટરનેટના માધ્યમથી ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. પોસ્ટ ઓફિસમાં આવેલા 105 પાર્સલ શંકાસ્પદ જણાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. 3 કરોડથી વધુની કિંમતનો 10 હજાર 550 ગ્રામ હાઈબ્રિજ ગાંજો મળી આવ્યો હતો. 24 લાખથી વધુની કિંમતનું 248 ગ્રામ MD ડ્રગ્સ આપ્યું હતુ. કેનાબિલ ઓઈલની 32 કાચની ટ્યુબ, આઈસોપ્રોપાઇપની 6 બોટલ પણ જપ્ત કરવામાં આવી હતી.

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !
