પંજાબ કિંગ્સ
આઈપીએલમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન છે, જ્યારે માલિક પ્રીતિ ઝિન્ટા, નેસ વાડિયા, કરણ પોલ, મોહિત બર્મન છે. બોલિવુડ અભિનેત્રી પંજાબ કિંગ્સની મેચમાં હંમેશા ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. કોચ બેલિસ છે. 2008માં કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝી સંયુક્ત રીતે મોહિત બર્મન, નેસ વાડિયા, પ્રીતિ ઝિન્ટા અને કરણ પોલની માલિકીની છે. ફેબ્રુઆરી 2021માં ટીમનું નામ કિંગ્સ ઈલેવન પંજાબ બદલીને પંજાબ કિંગ્સ કરવામાં આવ્યું હતું. 2014 સીઝનમાં આ ટીમ લીગ સ્ટેજમાં ટોચ પર રહી અને રનર અપ બની. આ સિવાય 13 સીઝનમાં માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી હતી. ટીમની કો-ઓનર અને લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આઈપીએલ 2021 સીઝન સુધી કેએલ રાહુલ પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. ત્યારબાદ મયંક અગ્રવાલ, શિખર ધવન અને 2023માં સૈમ કુરન ટીમનો કેપ્ટન હતો.