AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટ

ક્રિકેટ

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. આ પછી ODI ક્રિકેટ છે જે 50 ઓવર પ્રતિ ઇનિંગ્સની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર, સૌથી ટૂંકું ફોર્મેટ T20 ક્રિકેટ છે. જે 20 ઓવર પ્રતિ ઇનિંગ્સ છે.

ત્રણેય ફોર્મેટની પોતપોતાની વર્લ્ડ ચેમ્પિયનશિપ છે. આઈસીસીએ 2019થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કરી હતી. આ અંતર્ગત, આઈસીસી રેન્કિંગની ટોપ-10 ટીમો બે વર્ષ સુધી અલગ-અલગ શ્રેણી રમે છે અને આ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી બે ટીમો ફાઈનલ રમશે.

ભારત અત્યાર સુધી બંને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમ્યું છે. પરંતુ બંનેમાં હાર્યું છે. પ્રથમ ફાઈનલમાં ભારતને ન્યુઝીલેન્ડે હરાવ્યું હતું જ્યારે બીજી ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. ઓડીઆઈ વર્લ્ડ કપ 1975 થી રમાઈ રહ્યો છે અને દર ચાર વર્ષે યોજાય છે.

તેની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા છ વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. ભારત 1983 અને 2011માં બે વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે. T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી.

આ ટુર્નામેન્ટ દર બે વર્ષે રમાય છે. વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે-બે વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂકી છે. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં આ ટૂર્નામેન્ટ જીતી હતી.

Read More

કોહલીએ રોહિતનો ખેલ કર્યો ! 1403 દિવસ પછી… ODI માં એકવાર ફરી વગાડ્યો ‘ડંકો’, હિટમેનને થયું નુકસાન પરંતુ સિરાજ…

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર ધમાલ મચાવી દીધી છે. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલીએ મેચ-વિનિંગ ઇનિંગ રમીને લાંબી છલાંગ મારી છે.

Breaking News : વોશિંગ્ટન સુંદરની જગ્યાએ આ ખેલાડીને રાજકોટમાં મળી તક, આવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

India vs New Zealand, Playing XI : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ આજે રાજકોટના નીરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાય રહી છે. આ મેચ માટે ભારતીય પ્લેઈંગ 11માં ફેરફાર થયો છે. તો જુઓ કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

Rajkot : ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા સ્ટેડિયમ વિશે જાણો

બેંગ્લોરનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ભારતનું પહેલું સૌર ઉર્જાથી ચાલતું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેની છત પર લગાવવામાં આવેલા સૌર પેનલ્સમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, જેનાથીવીજળીના બિલમાં બચત થાય છે, જેનાથી તે પર્યાવરણને અનુકૂળ સ્ટેડિયમ બને છે.

IND vs NZ, 2nd ODI : રાજકોટમાં રોહિત શર્માની પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક, ઈતિહાસ રચશે

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝી બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. ભારતીય ટીમે પહેલી વનડે મેચ 4 વિકેટથી જીતી હતી.

Breaking News : સૂર્યકુમાર યાદવ પર આરોપ લગાવવુ મોડેલને મોંઘુ પડ્યું ,ખુશી મુખર્જી પર ₹100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો

ભારતીય ટીમના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર વર્ષ 2025ના અંતમાં વિવાદોમાં રહેનારી મોડલ ખુશી મુખર્જીએ મોટા આરોપ લગાવ્યા હતા. તેમનું કહેવું હતુ કે, સ્ટાર ભારતીય ખેલાડી પહેલા તેને મેસેજ કરતો હતો. હવે મોડલ માનહાનિના કેસમાં ફસાય છે.

‘મોટો રેકોર્ડ’ તૂટવાની તૈયારી ! ફેન્સથી લઈને ક્રિકેટ એક્સપર્ટ્સ સુધી… દરેકની નજર કોહલી પર, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાજકોટમાં કારનામું કરી શકે છે

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં છે. એવામાં તે 14 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

Breaking News: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે દેખાડી નફટાઈ !, “અમે મેચ રમવા માટે ભારત નહીં જઈએ”

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતમાં મેચ રમવાનો ઇનકાર કર્યો છે. બોર્ડ મક્કમ છે અને તટસ્થ સ્થળની માંગ કરી રહ્યું છે. ICC સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

VJD પદ્ધતિ શું છે ? કર્ણાટકની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈ અને સૌરાષ્ટ્રે ઉત્તર પ્રદેશને હરાવ્યું

વિજય હજારે ટ્રોફી 2025-26ની ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટકનો સામનો મુંબઈ અને સૌરાષ્ટ્રનો સામનો ઉત્તરપ્રદેશ સામે હતો. કર્ણાટકે મુંબઈ અને સૌરાષ્ટ્રને ઉત્તરપ્રદેશે હરાવ્યું હતુ.પરંતુ બંન્ને મેચનું રિઝલ્ટ વીજેડી મેથના કારણે સામે આવ્યું છે. તો ચાલો જાણીએ વીજેડી મેથડ શું છે.

Breaking News : RCBને લઈ મોટા સમાચાર, આ 2 વેન્યુ બની શકે છે ટીમનું હોમગ્રાઉન્ડ

RCB, IPL 2026: આઈપીએલને લઈ RCBનું હોમ ગ્રાઉન્ડ બદલાશે. એવા રિપોર્ટ છે કે, આઈપીએલ 2026માં RCBના હોમ ગ્રાઉન્ડ નવી મુંબઈ અને રાયપુરને બનાવી શકાય છે.

IND vs NZ : રંગીલા રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત vs ન્યુઝીલેન્ડ મેચ પહેલા ઉડશે પતંગો!

ભારત vs ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. હવે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે મેચ રાજકોટમાં રમાશે. તો ચાલો જાણીએ તમે ક્યાં અને ક્યારે વનડે મેચ લાઈવ જોઈ શકશો.

Breaking News : પતિ પહેલા ક્રિકેટમાંથી રિટાયર થશે પત્ની, ભારત સામે રમશે છેલ્લી મેચ

Alyssa Healy, Australia Cricket : 8 વખતની વર્લ્ડ ચેમ્પિયન ક્રિકેટર એલિસા હીલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હીલી ઓસ્ટ્રેલિયાના પુરુષ ક્રિકેટર મિચેલ સ્ટાર્કની પત્ની છે.

Breaking News: છુટાછેડાના 3 વર્ષ પછી શિખર ધવને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ ફોટો

ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવનના પહેલી પત્ની આયેશા મુખર્જી સાથે છુટાછેડા થયા હતા. ત્યારબાદ તે આયરલેન્ડની સોફી શાઈનને ડેટ કરી રહ્યો હતો. હવે બંન્ને સગાઈ કરી છે.

Breaking News : બાંગ્લાદેશે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું ! સ્પોર્ટ્સ એડવાઇઝરે ICC પર લગાવ્યો ‘મોટો આરોપ’

બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 અંગે મતભેદ ચાલી રહ્યા છે. એવામાં હવે બાંગ્લાદેશે ICC પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે.

Breaking News : IND vs NZ સીરિઝમાં ગંભીરના ખાસ.. 26 વર્ષના તૂફાની ખેલાડીને મળ્યું ટીમ ઇન્ડિયામાં સ્થાન, જુઓ

વડોદરામાં ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદર IND vs NZ ODI શ્રેણીમાંથી બહાર થતા, દિલ્હીના પ્રતિભાશાળી ઓલરાઉન્ડર આયુષ બદોનીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. બદોની મધ્યમ ક્રમમાં બેટિંગ, ઓફ-સ્પિન બોલિંગ અને જરૂર પડે ત્યારે વિકેટકીપિંગની ક્ષમતા ધરાવે છે.

Virat Kohli : વિરાટ કોહલી તેની માતાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ કેમ આપે છે? આ છે મોટું કારણ

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પહેલી વનડેમાં 91 બોલનો સામનો કરી 93 રન બનાવ્યા હતા. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ વિરાટનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 71મો POTM એવોર્ડ છે.

g clip-path="url(#clip0_868_265)">