મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લે છે. ભારતના સૌથી મોટા સમૂહ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીની છે. મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ હાલમાં હાર્દિક પંડ્યા કરી રહ્યા છે. મહેલા જયવર્દનેને 2017ની સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રોહિત શર્મા ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, જ્યારે લસિથ મલિંગા ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. કેપ્ટન હાર્દિક પંડ્યા છે જે પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી ચૂક્યો છે અને ગત સિઝનમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કર્યું હતું. કોચ માર્ક બાઉચર, ઈન્ડિયાવિન સ્પોર્ટ્સના માલિક છે.

ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરશે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 5 વખત આઈપીએલ ટાઈટલ જીત્યા છે.

 

Read More

‘જુનિયર બુમરાહ’ મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી પિતાની મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યો, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી મેદાનમાં ધમાલ મચાવી દીધી છે. સ્ટેન્ડમાં બેઠેલો તેમનો પુત્ર અંગદ પિતા બુમરાહ કરતા વધુ લાઈમ લાઈટમાં રહ્યો હતો.

IPL 2024: MI vs SRH: મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, સૂર્યકુમાર યાદવે 51 બોલમાં ફટકારી શાનદાર સદી

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. સૂર્યકુમાર યાદવે 51 બોલમાં અણનમ 102 રન ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. મુંબઈએ ટુર્નામેન્ટમાં ચોથી જીત નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર સિક્સર ફટકારી પોતાની સદી પૂરી કરવાની સાથે મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી હતી.

IPL 2024: કોણ છે અંશુલ કંબોજ, જેને હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPL ડેબ્યૂ કરાવ્યું?

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટીમમાં બીજી વખત ડેબ્યૂ કર્યું હતું. તેણે 23 વર્ષના ઓલરાઉન્ડર અંશુલ કંબોજને તક આપી. અંશુલ કંબોજ હરિયાણાના કરનાલનો રહેવાસી છે અને તે ભારત તરફથી અંડર-19 પણ રમી ચૂક્યો છે. ડેબ્યૂ મેચમાં જ આ ખેલાડી સાથે એવી ઘટના બની, જે બાદ બધાનું ધ્યાન તેના પર ગયું હતું.

IPL 2024: 4 ઓવરમાં 42 રન આપ્યા, છતાં અંશુલ કંબોજને શા માટે સલામ કરી રહી છે દુનિયા?

IPL 2024 ની 55મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક આપી અને આ યુવા બોલરે પહેલી જ મેચમાં પોતાના પ્રદર્શનથી ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો બંનેને પ્રભાવિત કર્યા. મોટી વાત એ છે કે આ ખેલાડીએ 4 ઓવરમાં 42 રન આપ્યા પરંતુ આમ છતાં લોકો તેને સલામ કરી રહ્યા છે, જાણો શું છે કારણ.

IPL 2024 MI vs SRH: પોઈન્ટ ટેબલમાં ટોપ-4 ટીમો કઈ હશે? આજની મેચના પરિણામ બાદ ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે

IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ચોથી ટીમ કઈ હશે તે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનારી મેચના પરિણામ પછી લગભગ નક્કી થઈ જશે. આ મેચના પરિણામ બાદ ફેરબદલ થઈ શકે છે. હાલ KKR ટોપ પર છે જ્યારે RR બીજા અને CSK ત્રીજા સ્થાને છે. સોમવારે મુંબઈ અને હૈદરાબાદનો મુકાબલો છે અને આ મેચના પરિણામ બાદ ટોપ 4 ટીમોની સ્થિતિ વિશે પણ સ્પષ્ટતા થઈ જશે.

T20 World Cup 2024: હાર્દિક પંડ્યા-જસપ્રીત બુમરાહને છોડો, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને આપ્યું વાસ્તવિક ટેન્શન

રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફિલ્ડીંગ માટે બહાર આવ્યો ન હતો. આ મેચમાં ટીમે તેને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપી અને રોહિતે માત્ર બેટિંગ કરી. આ પછી શંકા હતી કે તેને કોઈ પ્રકારની ઈજા થઈ છે. પીયૂષ ચાવલે હવે પુષ્ટિ કરી છે કે રોહિતને પીઠમાં હળવો દુખાવો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે આ સમાચાર સાંભળી ચોક્કસથી તેના ફેન્સ ચિંતામાં હશે. પરંતુ સૌથી મોટી ચિંતા હવે ટીમ મેનેજમેન્ટને છે. કારણકે વર્લ્ડ કપને હવે ઓછો સમય બાકી છે અને કેપ્ટન તકલીફમાં છે.

IPL 2024: કોલકાતાએ 12 વર્ષ પછી વાનખેડે કિલ્લો તોડ્યો, મુંબઈ હાર સાથે IPLમાંથી બહાર

મુંબઈના વાનખેડેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલ મુકાબલામાં KKRએ MIને હરાવી પ્લેઓફની રેમમાંથી મુંબઈને બહાર કરી દીધું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સની આ સિઝનમાં આ 7મી જીત છે અને 14 પોઈન્ટ સાથે ટીમે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. હવે KKRને વધુ એક જીતની જરૂર છે.

રિંકુ સિંહે મોટી તક ગુમાવી, રોહિત-અગરકરને ‘યોગ્ય જવાબ’ આપી શક્યો નહીં

છેલ્લા એક વર્ષમાં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ઈન્ટરનેશનલમાં ટીમ ઈન્ડિયા માટે T20 ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરવા છતાં, રિંકુ સિંહને T20 વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓમાં સ્થાન મળી શક્યું નથી. તેનો શુભમન ગિલ સહિત 4 રિઝર્વ ખેલાડીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજે મુંબઈ સામે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સામે સારું પ્રદર્શન કરી પોતાનો દાવો મજબૂત કરવાની રિંકુ પાસે સારી તક હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો.

T20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માએ જે પગલું ભર્યું, શું વિરાટ કોહલી પણ આવું જ કરશે?

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની 11મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. તેના બદલે રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર્સમાં રાખવામાં આવ્યો હતો, તેની પાછળ એક ખાસ કારણ હતું. હવે સવાલ એ ઊભો થયો છે કે શું વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા અન્ય ખેલાડીઓ કે જેમની ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકતી તેઓ પણ આવો બ્રેક લેશે.

IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવનમાંથી રોહિત શર્મા બહાર, કેપ્ટન હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો નિર્ણય

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો છે. આનું કારણ બહાર આવ્યું નથી. કેપ્ટન હાર્દિક પંડયાના ચોંકાવનારો નિર્ણયથી ફેન્સ ચોંકી ગયા હતા. હવે જોવાનું એ છે કે શું રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં મુંબઈ તરફથી બેટિંગ કરશે? શું હાર્દિક પંડયા રોહિતને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરશે?

IPL 2024 MI vs KKR : કોલકાતાએ મુંબઈને 24 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 51માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024: શું આ ભારતીય ખેલાડી પોતાની ઉંમર ઘટાડીને IPL 2024 રમી રહ્યો છે? રોહિત શર્માનો પર્દાફાશ

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આ ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. મુંબઈ પણ લખનૌ સામે 4 વિકેટે હારી ગયું હતું. જો કે આ હાર બાદ રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને ચાહકો ખૂબ એન્જોય કરી રહ્યા છે.

IPL 2024: 19 મી ઓવરના પાંચમા બોલ પર ઈશાને કરેલી મોટી ભૂલ મુંબઈની હારનું બની કારણ

IPL 2024ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લખનૌ સુપરજાયન્ટ્સ દ્વારા એકતરફી રીતે પરાજય મળ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમ 144 રન જ બનાવી શકી હતી અને લખનૌ માટે આ સ્કોર મોટો નહોતો. સ્ટોઈનિસના તોફાની 62 રનના આધારે લખનૌએ મોટી જીત હાંસલ કરી હતી. 19 મી ઓવરના પાંચમા બોલ પર ઈશાને કરેલી મોટી ભૂલ મુંબઈની હારનું કારણ બની.

IPL 2024: મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની બોલિંગ પર શમીએ ઉઠાવ્યા સવાલ, જાણો શું છે Viral Videoનું સત્ય?

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા દિલ્હી કેપિટલ્સ સામે બોલિંગ કરતી વખતે ઘણો મોંઘો સાબિત થયો હતો. જે બાદ મોહમ્મદ શમીએ પંડ્યાની બોલિંગ પર સવાલ ઉઠાવ્યા છે.

IPL 2024: દિલ્હી સામેની મેચમાં હાર્દિક પંડયાને આવ્યો ગુસ્સો, અમ્પાયર સાથે કરી બોલાચાલી, જાણો કેમ?

અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ દિલ્હી કેપિટલ્સે તેના ઈરાદાને બગાડ્યો અને 257 રન બનાવ્યા. જેમાં હાર્દિકને પણ ખરાબ રીતે ફટકારવામાં આવ્યો હતો અને તે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. હાર્દિક પંડ્યાનો સમય બિલકુલ સારો સાબિત થયો નથી. અધૂરામાં પૂરું તે દિલ્હી સામેની મેચમાં અમ્પાયર સામે ગુસ્સે કરતો જોવા મળ્યો હતો.

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">