
બાંગ્લાદેશમાં એક નવું સંકટ ઊભું થયું છે. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું શેખ હસીના હજુ પણ દેશના વડાપ્રધાન છે અને જો આવું છે તો શું સેના દ્વારા બનાવવામાં આવેલી મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર ગેરકાયદે છે ? કારણ કે બંધારણ મુજબ વડાપ્રધાન પદ ત્યારે જ ખાલી થશે, જ્યારે તેઓ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપશે. પરંતુ ઓગસ્ટમાં બાંગ્લાદેશ છોડીને ભારત પહોંચેલા શેખ હસીનાએ રાજીનામું આપ્યું છે કે કેમ તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક પ્રદર્શનો શરૂ થયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન વિરુદ્ધ લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમના એક નિવેદનને લઈને આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ પ્રદર્શન રાજધાની ઢાકામાં રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન બંગભવનની સામે વિદ્યાર્થી સંગઠન દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન સામે હજારો લોકો એકઠા થયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. કેટલાક મહિનાઓ પહેલા બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર...