CBSE Result 2025 : ધોરણ 10 અને 12ના પરિણામો ક્યારે જાહેર થશે?
CBSE Result 2025: CBSE બોર્ડ પરીક્ષા 2025 પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, અને પાછલા વર્ષોના વલણને જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધોરણ 10 અને 12ના પરિણામો મે 2025 માં જાહેર કરવામાં આવશે.

CBSE બોર્ડ પરીક્ષા 2025 પૂર્ણ થઈ ગઈ છે અને હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષાના પરિણામો ક્યારે જાહેર થશે તેની રાહ જોઈ રહ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને આ વર્ષે પણ લગભગ 42 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી છે.
CBSE બોર્ડની 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે 12મા ધોરણની પરીક્ષા 4 એપ્રિલ 2025 ના રોજ સમાપ્ત થશે. આ વર્ષે કુલ 24.12 લાખ વિદ્યાર્થીઓએ 84 વિષયોમાં ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જ્યારે 17.88 લાખ વિદ્યાર્થીઓએ 120 વિષયોમાં ધોરણ 12ની પરીક્ષા આપી હતી.
CBSE બોર્ડ પરિણામ 2025
CBSE એ હજુ સુધી ઓફિશિયલ રીતે પરિણામ જાહેર કરવાની તારીખ જાહેર કરી નથી પરંતુ પાછલા વર્ષોના વલણને જોતાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે CBSE 10મા અને 12મા ધોરણના પરિણામો મે 2025 માં જાહેર થઈ શકે છે.
છેલ્લા 5 વર્ષનું CBSE પરિણામ
પરિણામો વર્ષ 2024માં 13 મે, 2023 માં 12 મે, 2022 માં 22 જુલાઈ, 2021 માં 3 ઓગસ્ટ અને 2020 માં 15 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. કોવિડ-19 રોગચાળાને કારણે પરિણામો 2020 અને 2022 વચ્ચે વિલંબિત થયા હતા પરંતુ 2023 અને 2024 માં સમયસર જાહેર કરવામાં આવ્યા હતા.
આ વર્ષે CBSE પરીક્ષામાં શું નવું હતું?
આ વખતે પહેલી વાર CBSE એ પરીક્ષાના નિયમો અને મૂલ્યાંકન પ્રક્રિયા વિશે માહિતી આપવા માટે લાઇવ વેબકાસ્ટનું આયોજન કર્યું. આ વેબકાસ્ટ 14 ફેબ્રુઆરીના રોજ CBSE ની યુટ્યુબ ચેનલ પર લાઈવ થયું હતું, જેમાં પરીક્ષા કેન્દ્રના અધિક્ષકો, સુપરવાઈઝર અને અન્ય અધિકારીઓને માર્ગદર્શિકા આપવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં CBSE અભ્યાસક્રમ લાગુ કરવામાં આવશે
મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે 2028 સુધીમાં રાજ્યમાં CBSE અભ્યાસક્રમ ધોરણ 12 સુધી લાગુ કરવામાં આવશે. શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેના જણાવ્યા અનુસાર CBSE અભ્યાસક્રમ 2025 થી ધોરણ 1માં લાગુ કરવામાં આવશે અને 2028 સુધીમાં તેને તમામ વર્ગોમાં વિસ્તૃત કરવામાં આવશે.
CBSE બોર્ડ પરીક્ષા 2025 નું પરિણામ, કેવી રીતે તપાસવું?
CBSE બોર્ડ પરીક્ષા 2025 ના પરિણામો ઓફિશિયલ વેબસાઇટ cbseresults.nic.in અને cbse.gov.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને સ્કૂલ કોડ દ્વારા પરિણામ ચકાસી શકે છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમિતપણે ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ્સ તપાસે.
માણસ દરેક ક્ષણે નવા-નવા અનુભવો મેળવે છે. આ અનુભવો તે બીજાને કહે છે અને નવી વસ્તુઓ શીખવે છે. જે તેના રોજિંદા વર્તનને અસર કરે છે. સાદી ભાષામાં કહીએ તો અંધકાર તરફથી અંજવાળામાં લઈ જતા જ્ઞાનને શિક્ષણ કહેવામાં આવે છે. જેનાથી વ્યક્તિનું જીવન બદલાય છે અને જીવન જીવવાની દિશા મળે છે.