વારંવાર નહીં કરવું પડે રિચાર્જ ! BSNL લાવ્યું 160 દિવસનો પ્લાન, રોજ મળશે 2GB ડેટા
BSNLનો એક વધારે પ્લાન ઉમેરાયો છે જેની વેલિડિટી 160 દિવસની છે એટલે કે તમારે વાંરવાર રિચાર્જ કરાવવાની જરુર નહીં પડે અને આ પ્લાન એટલો સસ્તો છે કે અન્ય તમામ કંપની પણ આ પ્લાનની કિંમત જાણીને ચોંકી ગઈ છે.

દેશમાં ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ છે જે તેમના રિચાર્જ પ્લાન અને સારી કનેક્ટિવિટી માટે જાણીતી છે. Reliance Jio, Airtel અને Vodafone Idea 5G નેટવર્ક પ્લાન માટે જાણીતા છે. જો કે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સસ્તું રિચાર્જ પ્લાનના સંદર્ભમાં પણ પ્રખ્યાત છે. આ સરકારી ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને સસ્તા દરે વધુ લાભ આપે છે.

ત્યારે આ પ્લામમાં BSNLનો એક વધારે પ્લાન ઉમેરાયો છે જેની વેલિડિટી 160 દિવસની છે એટલે કે તમારે વાંરવાર રિચાર્જ કરાવવાની જરુર નહીં પડે અને આ પ્લાન એટલો સસ્તો છે કે અન્ય તમામ કંપની પણ આ પ્લાનની કિંમત જાણીને ચોંકી ગઈ છે.

BSNL ખૂબ જ ઓછી કિંમતે 160 દિવસની માન્યતા સાથેનો પ્લાન ઓફર કરે છે. BSNL જેટલામાં 160 દિવસનો પ્લાન આપી રહ્યું છે તેટલામાં Jio, Airtel અને Vi દ્વારા માત્ર 84 દિવસની વેલિડિટી સાથે પ્લાન ઓફર કરે છે.

BSNLનો સસ્તું પ્રીપેડ પ્લાન 160 દિવસની વેલિડિટી સાથે આવે છે. લાંબી માન્યતા સાથેના આ રિચાર્જ પ્લાનની કિંમત રૂ. 1000થી ઓછી છે. તમે 160 દિવસ માટે રૂ. 997નું રિચાર્જ કરીને લાભ મેળવી શકો છો. આની સાથે તમને કોલિંગ, ડેટા અને એસએમએસના ફાયદા મળે છે.

BSNLના રૂ. 997 રિચાર્જ પ્લાન સાથે અમર્યાદિત કૉલિંગ લાભો ઉપલબ્ધ છે. 40kbps સ્પીડ પર ઇન્ટરનેટ સુવિધા સાથે આવતા પ્લાન સાથે દૈનિક 2GB ડેટા લાભ ઉપલબ્ધ છે.

આ સાથે યુઝર્સને દરરોજ 100 SMS નો લાભ પણ મળે છે. જેથી તે મેસેજ દ્વારા ચેટ કરી શકે. આ પ્લાન એટલો સસ્તો છે કે હવે યુઝર્સ તેને લેવા માટે પડાપડી કરી રહ્યા છે .

જો આ પ્લાનનો લાભ તમે પણ લેવા માંગો છો તો BSNLની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને લઈ શકો છો
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































