અમેરિકામાં 50 ટકા કિરાણા સ્ટોર્સ પર ગુજરાતીઓનો છે દબદબો, વાંચો સંઘર્ષથી સફળતા સુધીની કહાની
અમેરિકા આજે વૈશ્વિક સ્તરે એક મહાસત્તા ગણાય છે અને તેમાં ગુજરાતીઓએ ખાસ કરીને વેપાર ક્ષેત્રે અનન્ય સ્થાન મેળવ્યું છે. ખાસ કરીને કિરાણા અને કન્વિનિયન્સ સ્ટોર્સના ઉદ્યોગમાં ગુજરાતીઓએ પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે, તે અભૂતપૂર્વ છે. આજની તારીખે, અમેરિકાના લગભગ 50% કિરાણા સ્ટોર્સ ગુજરાતીઓની માલિકી હેઠળ છે.

અમેરિકા વિશ્વની સૌથી સમૃદ્ધ અર્થવ્યવસ્થાઓમાંની એક છે, અને ત્યાં વસતા ગુજરાતીઓએ ખાસ કરીને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પોતાનું અનોખું સ્થાન મેળવ્યું છે. ગુજરાતીઓની ગણતરી આજે માત્ર ભારતીય પ્રજાસત્તાકની શ્રેણીમાં જ નહીં, પણ સમગ્ર વૈશ્વિક વેપાર પરિસ્થિતિમાં એક શક્તિશાળી સમુદાય તરીકે થાય છે. આજની તારીખે, અમેરિકાના લગભગ 50% કિરાણા અને કન્વિનિયન્સ સ્ટોર્સ ગુજરાતીઓની માલિકીના છે. અમેરિકાના લગભગ 60000 કન્વિનિયન્ટ સ્ટોર્સ ના માલિક ગુજરાતીઓ છે. અમેરિકામાં ગુજરાતીની વ્યવસાય ક્ષેત્રે ઉન્નતિ 1960થી, અનેક ગુજરાતીઓ એક સારી કારકિર્દી માટે અમેરિકા સ્થાયી થવા લાગ્યા. અનેક લોકોએ ડૉક્ટર, એન્જિનિયર, વિજ્ઞાન કે અન્ય ઉચ્ચ નોકરીઓ તરફ દોડ લગાવી. પરંતુ જે લોકો વધુ ભણેલા ગણેલા ન હતા, શિક્ષિત ન હતા અથવા નોકરીમાં સંભાવના ઓછી હતી, તેમણે સાવ નવો રસ્તો શોધ્યો. કિરાણા અને કન્વિનિયન્સ સ્ટોર્સના વ્યવસાયમાં ઝંપલાવ્યુ અને પોતાનું આધિપત્ય પણ સ્થાપિત કર્યુ. કઈ સ્ટ્રેટેજીથી ગુજરાતીઓએ મેળવી...