Breaking News: પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષે નિધન, કોકિલાબેન હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ
ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને 'ભારત કુમાર' તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.

ભારતીય અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમાર, ખાસ કરીને તેમની દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા અને 'ભારત કુમાર' તરીકે પણ જાણીતા, 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન પામ્યા.

ભારતીય સિનેમાના અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા.

આ ઉપરાંત તેઓ ભરત કુમાર તરીકે ઓળખાય છે. આ અભિનેતાએ 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમારનું મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું.

24 જુલાઈ 1939ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર બધા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત હતા. મનોજ કુમારે માત્ર અભિનય જ કર્યો ન હતો. પરંતુ શહીદ , ઉપકાર, પૂરબ ઔર પશ્વિમ અને રોટી કપડા ઔર મકાન સહિત અનેક દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમને તેમના કરિયરમાં મોટાભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન પણ કર્યું છે.
બોલિવુડના તમામ સમાચાર TV9 ગુજરાતીની વેબસાઈટ પર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તેને વાંચવા માટે અહિં ક્લિક કરો.

































































