Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, પોલીસ પહેલા પહોંચશે ડ્રોન, પાતાળમાંથી પણ શોધી કાઢશે આરોપીઓને, જુઓ Video

ગુનાખોરી અટકાવાનો નવો પ્રયોગ, પોલીસ પહેલા પહોંચશે ડ્રોન, પાતાળમાંથી પણ શોધી કાઢશે આરોપીઓને, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2025 | 2:35 PM

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસના ભાથામાં ઉમેરાયેલું અમોઘ શસ્ત્રને અમલમાં મુકતાની સાથે જ ગુનેદારો કદાચ પાતાળમાં પણ છૂપાયા હશે તો પણ નહીં બચી શકે.

ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસના ભાથામાં ઉમેરાયેલું અમોઘ શસ્ત્રને અમલમાં મુકતાની સાથે જ ગુનેદારો કદાચ પાતાળમાં પણ છૂપાયા હશે તો પણ નહીં બચી શકે.

ગુજરાત પોલીસના ઈતિહાસનો સૌથી હાઈટેક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસની PCR વાન પહેલા ગુજરાત પોલીસનું ડ્રોન પહોંચશે. DGP વિકાસ સહાય દ્વારા ડ્રોનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. ઝઘડો, મારમારી સહિતના બનાવોમાં ડ્રોન કેમેરાથી ઘટનાનું રેકોર્ડિંગ કરવામાં આવશે. પોલીસની ટીમેને મેસેજ મળતા જ સ્થળ પર ડ્રોન કેમેરો પહોંચી જશે.

ગુંડાગર્દી કરી તો હવે ગયા સમજજો !

ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટ્રેક્ટીકલ ઇન્ટેલિજન્સ – એટલે કે ‘જી.પી. દ્રષ્ટિ’ નામનો આ પાયલોટ પ્રોજેક્ટ આખરે કેવી રીતે અમલી બનશે ? તે અંગે વિસ્તારથી જાણીએ કે કેવી રીતે આ ડ્રોન કેવી રીતે કામ કરશે. સૌથી પહેલા પોલીસને ફોન પર ઘટનાના સમાચાર મળે છે. દાખલા તરીકે કોઇ વિસ્તારમાં બબાલ કે મારામારીના સમાચાર કંટ્રોલરુમમાં મળતાની સાથે જે ડ્રોન ઘટના સ્થળે જવા માટે તુરંત ટેક ઓફ કરશે. જે બાદ મેપ પર એ વિસ્તારને લોક કરવામાં આવશે કે જ્યાં ડ્રોન મોકલવાનું છે.

પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !

પોલીસની PCR વાન પહોંચે એ પહેલા જ ડ્રોન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચશે. ડ્રોનના હાઇટેક કેમેરામાં કેદ થઇ જશે સમગ્ર ઘટના અને જે-તે વિસ્તારની સ્થિતિ, કોઇ સોસાયટી, ગલી કે પછી વિસ્તારમાં કેટલા લોકો ઉભા છે ? શું બની રહ્યું છે ? શું સ્થિતિ છે ? આ બધી જ માહિતી ડ્રોન કેમેરા થકી ગણતરીની મિનિટોમાં મળી જશે.

પ્રાથમિક તબક્કે રાજ્યના 4 મહાનગર એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રોજેક્ટ અમલી બનશે. આ 4 મહાનગરમાં આવેલા 33 સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં ડ્રોન આપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">