આજનું હવામાન : ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કેટલાક રાજ્યમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. કેટલાક રાજ્યમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 6 દિવસ ગરમી માટે હીટવેવની આગાહી કરવાની છે. પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 6 એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમીની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 9 એપ્રિલ સુધી રાજ્યમાં પડશે કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ 26 એપ્રિલથી રાજ્યમાં ગરમી ફરી બતાવશે રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે. 10 મે પછી ગરમીનો પારો 45થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહી શકે છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન 41થી 42 ડિગ્રી રહેશે. ભાવનગર અને અમરેલીમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
