અમેરિકામાં કાયમી સ્થાયી થવા માગતા કરોડો ભારતીયોના સપના પર ટ્રમ્પનું ગોલ્ડ કાર્ડ લગાવી દેશે ગ્રહણ, કેવી રીતે?- વાંચો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા 'ગોલ્ડ કાર્ડ' વીઝા લાખો ભારતીયોના સપના પર ગ્રહણ લગાવવા જઈ રહ્યા છે. ખરેખર ટ્રમ્પ હવે અમેરિકી નાગરિક્તા વેચવા પર ઉતરી આવ્યા છે. ગોલ્ડ કાર્ડ વિઝા અમેરિકાની નાગરિક્તા મેળવવા માટેની એક યોજના છે. આ ગોલ્ડ કાર્ડને લઈને ભલે બહુ સારી સારી ખબરો આવી રહી હોય, પરંતુ હકીકત એ છે કે અમેરિકામાં સ્થાયી થવાનુ સપનું સેવનારા અનેક ભારતીયો માટે આ મોટા આંચકા સમાન સાબિત થશે. ટ્રમ્પની નાગરિક્તા વેચી કમાણી કરવા માગે છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આ ભારતીયોને દૂર રાખવા માટેની ટ્રમ્પની સાજિશ છે. આવો જાણીએ ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ વિઝા સ્કીમના નફા-નુકસાન વિશે.

ડોનાલ્ડ ટ્રમ્પની ગોલ્ડ કાર્ડ સ્કીમ આવનારા સમયમાં કેટલી સફળ થશે, એ હાલ તો કહેવુ તો મુશ્કેલ છે. પરંતુ એટલુ તો નક્કી જ છે કે આ સ્કીમનો ફાયદો અમીર લોકો જ ઉઠાવી શકે છે. જો કે, મોટાભાગના અમીરોનું કહેવુ છે કે તેમને આ સ્કીમમાં કોઈ જ રસ નથી. અમેરિકાની નાગરિક્તા માટે ખર્ચવા પડશે અધધ રૂપિય અમેરિકાની નાગરિક્તા અપાવતા ગોલ્ડ કાર્ડ વિઝા માટે 5 મિલિયન ડોલર (43 કરોડ રૂપિયા) ખર્ચવા પડશે. ટ્રમ્પ પ્રશાસને ગેરકાયદે પ્રવાસીઓ સામે સખ્તાઈથી કામ લઈ રહ્યા છે. એવામાં આ યોજના વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિકે ‘ઓલ ઈન પોડકાસ્ટ’ પર વાત કરતા કહ્યુ કે દરરોજ 1000 ગોલ્ડ કાર્ડ વેચાઈ રહ્યા છે. આ સાંભળીને લોકો પરેશાન છે. ટ્રમ્પની યોજના 10 લાખ કાર્ડ વેચવાની લુટનિકે વધુમાં જણાવ્યુ કે વિશ્વમાં 3.70 કરોડ લોકો એવા છે જે આ કાર્ડ...