સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરત ફાયર બ્રિગેડે જે 16 માર્કેટને ફાયર સેફ્ટીને લઈને કારણદર્શક નોટિસ ફટકારી છે તેમાંથી 10 માર્કેટએ NOC રિન્યૂ કરાવી નથી, જ્યારે 6 માર્કેટ પાસે ફાયર સેફ્ટિનું NOC જ નથી. શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ પણ સુરતમાં કાપડના વેપારીઓનું વલણ જોવા મળ્યું છે.
સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા ફાયર બ્રિગેડ દ્વારા કાપડની 16 માક્રેટને ફાયર સેફ્ટિના મુદ્દે કારણદર્શક નોટિસ ફટકારી છે. શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ કલાકોની ભારે જહેમત બાદ કાબૂમાં આવી હતી. આ આગને કારણે માર્કેટની તમામ દુકાનો બળીને ભસ્મીભૂત થઈ જવા પામી હતી. વેપારીઓએ આગને કારણે રાહત મેળવવા માટે સરકાર અને સંબધિત તંત્ર સમક્ષ મદદ માટે રજૂઆત કરી હતી. આવી સ્થિતિ ફરીથી ના સર્જાય તે માટે ફાયર બ્રિગેડે શહેરની વિવિધ 16 જેટલા માર્કેટના હોદ્દેદારોને નોટીસ ફટકારી છે.
સુરત ફાયર બ્રિગેડે જે 16 માર્કેટને ફાયર સેફ્ટીને લઈને કારણદર્શક નોટિસ ફટકારી છે તેમાંથી 10 માર્કેટએ NOC રિન્યૂ કરાવી નથી, જ્યારે 6 માર્કેટ પાસે ફાયર સેફ્ટિનું NOC જ નથી. શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ પણ સુરતમાં કાપડના વેપારીઓનું વલણ જોવા મળ્યું છે.
16 પૈકીની કેટલીક માર્કેટોને તો ફાયર બ્રિગેડ દ્વારા 2 થી 3 વાર નોટિસ ફટકારવામાં આવી હોવા છતાંય વેપારીઓ, ફાયર સેફ્ટિની સુવિધા વસાવવા માટે ગંભીર નથી. શિવશક્તિ માર્કેટમાં આગ ઓલવામાં 36 કલાકથી વધુનો સમય બાદ આગ ઉપર કાબુ મેળવામાં આવ્યો હતો. ર્કેટમાં ગેરકાયદે રીતે દુકાનો, પાર્કિંગની જગ્યામાં દુકાનોની ગ્રીલ નાખવામાં આવેલી હતી. જે ફાયર વિભાગને મુશ્કેલી નડી હતી, ત્યારે માર્કેટની NOCને લઇને ઘણા સવાલો ઊભા થયા હતા. આવી સ્થિતિ નિવારવા માટે તંત્રે માર્કેટના હોદ્દેદારોને ફાયર સેફ્ટિની સુવિધા ઊભી કરવા માટે કારણદર્શક નોટિસ ફટકારી છે.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
