KKR vs SRH : મેચની 13મી ઓવરમાં બોલરે બંને હાથથી કરી બોલિંગ, IPL ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, જુઓ Video
IPL 2025ની 15મી મેચમાં કઈંક એવું થયું જે IPLના 18 વર્ષના ઈતિહાસમાં ક્યારેય નથી થયું. KKR સામે SRHના શ્રીલંકન ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે એક જ ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી હતી. ખાસ વાત એ છે કે તેણે મેચમાં માત્ર એક જ ઓવર ફેંકી હતી અને સેટ બેટ્સમેનને આઉટ કર્યો હતો. કામિન્દુ મેન્ડિસનો બંને હાથે બોલિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

IPLમાં દર વર્ષે કોઈક એવી અલગ ઘટના બનતી હોય છે, જેના કારણે જે તે સિઝનને ફેન્સ તે ઘટનાથી યાદ રાખતા હોય છે. જેમકે IPL 2023માં કોહલી-ગંભીરની ફાઈટ. આવી જ એક ઘટના IPL 2025માં પણ બની છે, જો કે આ ઘટના કોઈ બે ખેલાડીઓ વચ્ચેની લડાઈ સાથે જોડાયેલી નથી, પરંતુ આ એક જ ખેલાડીની બે હાથે બોલિંગ કરવા સાથે જોડાયેલી છે.
મેન્ડિસે એક જ ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી
આ વખતે IPL સિઝનની શરૂઆતમાં જ ક્રિકેટ ફેન્સને એક મજેદાર કિસ્સો મળી ગયો છે, જેનાથી ફેન્સ હવે આ સિઝનને ચોક્કસથી આ ઘટનાથી યાદ રાખશે. IPL 2025ની 15મી મેચમાં KKR vs SRHની મેચમાં હૈદરાબાદના ખેલાડી કામિન્દુ મેન્ડિસે એક જ ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી હતી.
Left-arm and right-arm offspin in the same over
Kamindu Mendis can do it all (while bagging a wicket along the way) #KKRvSRH #IPL2025 pic.twitter.com/dgtYmvuXeU
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2025
IPLમાં પહેલીવાર બની આવી ઘટના
IPL ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે કોઈ એક બોલરે તેની એક ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી હોય. IPLની આ 18મી સિઝન ચાલી રહી છે અને આ પહેલા 17 સિઝનમાં એવું કોઈ ખેલાડી નથી જેણે એક જ ઓવરમાં બંને હાથથી બોલિંગ કરી હોય. SRHના શ્રીલંકન ઓલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે પહેલા ડાબા હાથથી અને બાદમાં જમણા હાથથી બોલિંગ કરી હતી.
એક જ ઓવર ફેંકી અને વિકેટ પણ લીધી
કામિન્દુ મેન્ડિસ KKRની ઈનિંગની 13મી ઓવરમાં બોલિંગ માટે આવ્યો અને તેણે પહેલો બોલ રાઈટ હેન્ડ બેટ્સમેન રઘુવંશી સામે લેફ્ટ હેન્ડથી ફેંક્યો, ત્યારબાદ બીજો બોલ તેણે લેફ્ટ હેન્ડ બેટ્સમેન વેંકટેશ અય્યર સામે રાઈટ હેન્ડથી ફેંક્યો. આ રીતે તેણે ડાબોડી બેટ્સમેન સામે જમણા હાથે અને જમણેરી બેટ્સમેન સામે ડાબા હાથે બોલિંગ કરી હતી. ખાસ વાત એ છે કે કામિન્દુ મેન્ડિસે તેની ઓવરના ચોથા બોલ પર ફિફ્ટી ફટકારી સેટ થઈ ગયેલ બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને આઉટ કર્યો હતો અને ટીમને મહત્વની વિકેટ અપાવી હતી.
KAMINDU MENDIS BOWLING WITH BOTH HANDS IN IPL pic.twitter.com/fLbM1NUK4u
— Johns. (@CricCrazyJohns) April 3, 2025
બંને હાથે બોલિંગનો વીડિયો વાયરલ
કામિન્દુ મેન્ડિસે તેની પહેલી અને એકમાત્ર ઓવરમાં જ બંને હાથે બોલિંગ કરી બધાને ચોંકાવી દીધા હતા. ખાસ કરી KKRના બે સેટ બેટ્સમેનોને તેણે મૂંઝવણમાં મૂકી દીધા હતા. કામિન્દુ મેન્ડિસે તેની ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. તેનો બંને હાથે બોલિંગ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
આ પણ વાંચો: Breaking News : ગુજરાત ટાઈટન્સને મોટો ફટકો, 10.75 કરોડના સ્ટાર ખેલાડીએ IPL અધવચ્ચે છોડ્યું