Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anant Ambani Padyatra : અનંત અંબાણી 140 કિમી ચાલીને કયા મંદિરે જઈ રહ્યો છે ? આ મંદિરનો ઈતિહાસ જાણો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણી હાલમાં એક પદયાત્રા પર જઈ રહ્યા છે. આ વખતે તેમનો 30મો જન્મદિવસ આધ્યાત્મિક રીતે મનાવવાનો નિર્ણય લીધો છે. તો આ મંદિરના ઈતિહાસ વિશે જાણીએ.

| Updated on: Apr 04, 2025 | 5:23 PM
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી હાલમાં ખુબ ચર્ચામાં છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણી હાલમાં એક પદયાત્રા શરુ કરી છે. તેઓ જામનગરથી ભગવાનની કૃષ્ણનગરી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે.દ્વારકામાં પોતાનો 30મો જન્મદિવસ આધ્યાત્મિક રીતે સેલિબ્રેટ કરશે.

1 / 8
પોતાની ભક્તિ અને આધ્યાત્મિકતા માટે જાણીતા અનંત અંબાણી ગુજરાતના દ્વારકામાં સ્થિત પ્રાચીન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા માટે 140 કિલોમીટર ચાલીને જઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી દરરોજ 10 થી 12 કિલોમીટર પગપાળા ચાલીને જાય છે.

2 / 8
પદયાત્રા શબ્દ બે શબ્દો 'પદ' એટલે કે પગ અને 'યાત્રા' એટલે કે યાત્રાથી બનેલો છે. હિન્દુ ધર્મમાં પદયાત્રાનું વિશેષ મહત્વ છે. આમાં, કોઈપણ પવિત્ર મંદિરમાં ચાલીને જવું ભક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. અંબાણી પરિવાર પહેલાથી જ ભગવાન દ્વારકાધિશનો પરમ ભક્ત છે. તેમજ તેના તમામ શુભ કાર્ય પહેલા દ્વારકાધીશના દર્શન કરવા પરિવાર પહોંચી જાય છે.

3 / 8
ઘણા લોકો માને છે કે પવિત્ર સ્થાન પર ચાલવાથી આત્મા શુદ્ધ થાય છે, માનસિક શાંતિ મળે છે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પદયાત્રા માત્ર એક યાત્રા નથી પરંતુ એક આધ્યાત્મિક સફર પણ છે.

4 / 8
દ્વારકા નગરી હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવે છે. તે ભગવાન કૃષ્ણના રાજ્યની રાજધાની માનવામાં આવે છે અને અહીં સ્થિત દ્વારકાધીશ મંદિર ભક્તો માટે પવિત્ર સ્થળ છે.

5 / 8
દ્વારકાધીશ મંદિર જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા 'દ્વારકાના રાજા' નામથી પૂજાય છે. આ મંદિર ગુજરાતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના તીર્થોમાંનું એક છે.

6 / 8
ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે, અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો છે. ગોમતી નદીના કાંઠે આવેલું આ શહેર કૃષ્ણની રાજધાની તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે.

7 / 8
મંદિરની ઉપર ધ્વજ સૂર્ય અને ચંદ્ર હોય છે, જે એવું બતાવે છે કે પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર અસ્તિત્વમાં છે ત્યાં સુધી કૃષ્ણ રહેશે. દિવસમાં પાંચ વખતદ્વારકાધીશ મંદિરની ધ્વજા બદલવામાં આવે છે

8 / 8

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવાર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">