2 એપ્રિલે આવશે સૌથી મોટી આફત, દાવ પર લાગશે અબજો ડૉલર, કેટલુ તૈયાર છે ભારતીય બાઝાર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2જી એપ્રિલે મોટી જાહેરાત કરવાના છે. તેમણે અનેક દેશો પર વળતો ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેનાથી દુનિયાના અનેક દેશોના હાથપગ ફુલી ગયા છે. અમેરિકા ભારતનું બીજુ સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. ત્યારે સવાલ એ છે કે શું ભારતનું બજાર ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા માટે તૈયાર છે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2જી એપ્રિલે મોટો ધમાકો કરવાના છે. તેનાથી વિશ્વભરના બજારોમાં મોટો અપસેટ આવી શકે છે. ટ્રમ્પે ઘરેલુ ઉદ્યોગોને બચાવવા માટે કેટલાક નવા ટેક્સની જાહેરાત કરી છે. તેનાથી દેશો વચ્ચે વેપારને લઈને ચાલી રહેલી ખેંચતાણ વધી શકે છે. ભારતીય બજાર માટે આ બહુ મોટી ખબર છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદથી આ સૌથી મોટો બદલાવ હોઈ શકે છે. તેની અસર ભારત પર પણ પડવાની આશંકા છે. અમેરિકા ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. જો અમેરિકા ભારતીય સામાન પર ટેરિફ વધારે છે તો ભારત પ્રભાવિત થશે. તેનાથી ખબર પડશે કે બજારમાં તેની અસરો થોડા સમય સુધી રહેશે કે હંમેશા માટે કેટલાક ઉદ્યોગોને બદલી દેશે. સૌથી મોટો સવાલ એ છે કે શું બજારે પહેલેથી તેનુ અનુમાન લગાવી લીધુ છે કે તેના પર અચાનકથી કોઈ મોટી પ્રતિકિયા આવશે. ...