સગી દીકરીને દિલ્હીના ભૂતિયા કિલ્લામાં 20 વર્ષ સુધી કેદ રાખનારા ક્રુર ઓરંગઝેબનું ગુજરાત સાથે પણ છે કનેક્શન- વાંચો
દિલ્હીના દિલમાં એકતરફ લાલ કિલ્લા નામનું મોતીઓથી જડાયેલુ છે. બરાબર તેની પાછળની બાજુમાં આવેલો સલીમગઢ કિલ્લો, જર્જરીત, ખંઢેર અને વિતેલા સમયના ચિહ્નોથી ભરેલો. દિલ્હીમાં આ કિલ્લાને હાલ ભૂતિયો કિલ્લો કહે છે. લોકોમાં માન્યતા છે કે ત્યાં ભૂતોનો વાસ છેે. ત્યાં એક આત્મા ભટકે છે. આ આત્મા પણ કોઈ જેવી-તેવી નહીં પરંતુ એક સમયે જે મુઘલ સલ્તનતનો ઝંડો લહેરાતો હતો તે મુઘલ ખાનદાનની રાજકુમારીની આત્મા. તેનુ નામ હતુ જેબ-ઉન-નિસા (જેબુન્નિસા)

ઔરંગઝેબના અત્યાચારો વિશે તો બધાને જાણકારી છે પરંતુ તેના જન્મસ્થળ વિશે બહુ લોકો જાણતા નથી. તમને કદાચ નવાઈ લાગશે કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો. ગુજરાતના દાહોદમાં શાહજહાની પત્ની મુમતાઝે ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. એ જ્યાં જન્મ્યો હતો તે ગઢીનો કિલ્લો જર્જરીત હાલતમાં આજે પણ યથાવત છે. વર્ષ 1618માં જહાંગીર તેના લાવ-લશ્કર સાથે ગુજરાતથી માળવા તરફ જતા હતા એ દરમિયાન એક મહિના સુધી તેમણે ગુજરાતના દાહોદમાં રોકાણ કર્યુ હતુ. આ દરમિયાન મુમતાજે ઔરંગઝેબને જન્મ આપ્યો હતો. આ સમયે તેના માનમાં શાહજહાંએ એક મસ્જિદ બંધાવી હતી. ઔરંગઝેબે તેના જન્મસ્થળના રખરખાવ માટે સૂબેદાર મોહમ્મદ આમીર ખાનને દાહોદ મોકલ્યો હતો. આ સૂબેદારે બાદશાહની સ્મૃતિ તરીકે ત્યા એક ધર્મશાળા બંધાવી હતી. કિલ્લા જેવુ બાંધકામ હોવાથી તે ગઢીના કિલ્લા તરીકે જાણીતુ થયુ. જેમા ફકીરો માટે રહેવા માટેની સગવડ ધરાવતા ઓરડા હતા. એ સમયે એ 76,300 ના ખર્ચે તૈયાર થયો હતો. જેના પર પાછળથી મરાઠાઓએ કબજો કરી લીધો હતો. જે બાદ અંગ્રેજોએ તેમા કચેરી ચાલુ કરી...