કોઇને હાથ મિલાવતા કે વસ્તુને અડતા આવે છે કરંટ ? જાણો કારણ
ઘણા લોકોને અચાનક હાથ મિલાવતાં કે કોઈ ધાતુની વસ્તુને અડતાં વીજળી જેવી ઝટકો આવે છે. તમે એ ક્ષણે ચોંકી જાઓ છો, પણ આ કોઈ ખતરનાક શોક નથી – આ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, આવો જાણીએ તેને કેવી રીતે ટાળી શકાય.

ઘણા લોકોને અચાનક હાથ મિલાવતાં કે કોઈ ધાતુની વસ્તુને અડતાં વીજળી જેવી ઝટકો આવે છે. તમે એ ક્ષણે ચોંકી જાઓ છો, પણ આ કોઈ ખતરનાક શોક નથી – આ છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી. તમે એકદમ સહેજ ઊર્જા સંગ્રહીને આગળ વહન કરો છો.

જ્યારે વાતાવરણ વધુ સૂકું હોય, ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કે ACમાં રહેવાથી, તમારા શરીર પર વીજ ચાર્જ ભેગો થવા લાગે છે. આ ચાર્જ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ સાથે સંપર્કમાં આવે ત્યારે મિનિ કરંટ જેવો અનુભવ થાય છે – જેને સામાન્ય ભાષામાં ‘શોક’ કહેવાય છે.

પ્લાસ્ટિક, નાયલોન કે પોલિએસ્ટર જેવા કપડાં તમારા શરીરમાં વધુ સ્ટેટિક ચાર્જ ઉત્પન્ન કરે છે. જ્યારે તમે આવી વસ્તુઓ પહેરીને ઝડપથી હલચાલ કરો છો, ત્યારે તે ચાર્જ તમારા શરીર પર સંગ્રહિત રહે છે અને અચાનક કોઈને અડતાં જ બહાર નીકળી જાય છે.

કાર્પેટ પર પગ ઘસાઈને ચાલવાથી તમારા પગના માધ્યમથી ચાર્જ ભેગો થાય છે. જ્યારે તમે લોક, ડોર હેન્ડલ કે કોઈ મેટલ વસ્તુને અડો છો, ત્યારે શરીરમાંથી ચાર્જ બહાર નિકળે છે – અને તમને વીજળી જેવી ઝટકાની અનુભૂતિ થાય છે.

એવા શોકથી બચવા માટે એક સરળ ઉપાય છે – કોઈ પણ મેટલ વસ્તુને પહેલા તમારી ચાવીની મદદથી અડો. ચાવી ચાર્જને ધીરે ડિસ્કાર્જ કરે છે અને તમને શોકની તીવ્રતા અનુભવાતી નથી. ખાસ કરીને ટેબલ, લિફ્ટ બટન કે ગેટ હેન્ડલ માટે આ ઉપયોગી છે.

હવામાં ભેજ વધી જાય તો સ્ટેટિક ચાર્જ થવાનું પ્રમાણ ઘટી જાય છે. ઘરમાં હ્યુમિડિફાયર રાખો અથવા પાણીના છાંટા મારો – ખાસ કરીને રસ્તા, કાર્પેટ, પર્સનલ સ્પેસમાં. ભેજયુક્ત વાતાવરણ તમને આ અનુભવથી બચાવશે.

એન્ટી-સ્ટેટિક ચપ્પલ કે મટેરિયલ પહેરવાથી આમાં રાહત મળે. ઓફિસ કે ઘરમાં વધારે સમય AC અથવા ડ્રાય વાતાવરણમાં રહેવાથી આવા ઉપાયો ઘણાં ફાયદાકારક સાબિત થાય છે.

































































