Lassi Recipe : ઘરે બનાવો પંજાબી સ્ટાઈલમાં લસ્સી, એક વાર પીશો તો વારંવાર કરશો યાદ
ઉનાળો આવતાની સાથે લોકો વિવિધ પ્રકારના પીણા પીવાનું શરુ કરતા હોય છે. ત્યારે લોકોમાં સૌથી પ્રિય લસ્સીને તમે ઘરે બનાવી શકો છો. આજે પંજાબી સ્ટાઈલમાં ઘરે લસ્સી બનાવવાની સરળ રીત જણાવીશું.

ઉનાળો હોય એટલે લસ્સી વગર ન ચાલે, મોટાભાગના લોકો લસ્સી પીવાના શોખીન હોય છે. ત્યારે પંજાબમાં જ નહીં ભારતભરમાં પ્રસિદ્ધ લસ્સીને ઘરે સરળતાથી બનાવી શકાય છે.

પંજાબી સ્ટાઈલમાં લસ્સી બનાવવા માટે દહીં, પાણી, ખાંડ, એલચી પાઉડર, કેસર, બરફના ટુકડા સહિતની સામગ્રીની જરુર પડશે. તમે ઈચ્છો તો લસ્સીમાં બદામ, કાજુ, દ્રાક્ષ સહિતના ડ્રાયફ્રુટ નાખી શકો છો.

લસ્સી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં દહીં લો. હવે તેને સારી રીતે ફેંટી લો. પછી તેમાં જરુર લાગે તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.

હવે તેમાં ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો ખાંડની જગ્યાએ સાકર અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો.

ત્યારબાદ તમે એલચી પાઉડર અને કેસર ઉમેરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ફ્રીજમાં રાખો.

જ્યારે તમે લસ્સીને પીરસો ત્યારે તેમાં બરફના ટુકડા ઉમેરો. આ પછી એલચીની લસ્સીને ગ્લાસમાં રેડો અને ડ્રાયફ્રુટ સાથે સર્વ કરો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.






































































