પતિને બેડરુમમાં લઈ જઈ માર મારતી રહી પત્ની ! કેમેરામાં કેદ થયા ક્રૂરતાના દ્રશ્યો, જુઓ-Video
પત્નીના ત્રાસથી દુઃખી થઈને એક પતિ મધ્યપ્રદેશના પન્નાથી એસપી ઓફિસ પહોંચ્યો. અહીં તેણે કેટલાક પુરાવા બતાવ્યા અને એસપી પાસેથી ન્યાયની અપીલ કરી. પીડિતએ દાવો કર્યો હતો કે તેની પત્ની તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતી હતી.

મધ્યપ્રદેશના પન્નામાં એક રેલવે કર્મચારીએ પોતાની જ પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીની ક્રૂરતાના પુરાવા સાથે તે પોલીસ અધિક્ષકની ઓફિસે પહોંચ્યો હતો. કહ્યું- સર, મને મારી પત્નીથી બચાવો. આ વીડિયો જુઓ, તે મને કેવી રીતે મારે છે. પીડિત યુવકે હિડન કેમેરામાં મારપીટની ઘટના પણ રેકોર્ડ કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે તપાસમાં હાથ ધરી છે.
પતિ બોલતો રહ્યો ને માર મારતી રહી પત્ની
મળતી માહિતી મુજબ, 30 વર્ષીય લોકેશ માંઝી રેલ્વે વિભાગમાં લોકો પાઇલટ તરીકે કામ કરે છે. તેણે જૂન 2023માં હર્ષિતા રાયકવાર નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લોકેશનો આરોપ છે કે લગ્ન બાદ પત્ની, સાસુ અને સાળા એ પૈસા અને સોના-ચાંદીની માંગણી શરૂ કરી હતી. લગ્ન બાદથી પત્ની તેને તેના માતા-પિતા અને મિત્રોને મળવા દેતી નથી.
मेरी पत्नी मुझे मारती है साहब, मुझे मेरी पत्नी से बचाओ साहब’#मध्यप्रदेश के पन्ना में पुलिस अधीक्षक कार्यालय में अपनी ही पत्नी की क्रूरता की कहानी बताते हुए लोकेश ने आवेदन सौंपा और मदद की गुहार लगाई. पत्नी द्वारा पिटाई का सीसीटीवी फुटेज आया सामने. pic.twitter.com/MLXmBBmzRF
— Bittu Pandit Reporter (@BittuPa76040164) April 2, 2025
લોકેશ કુમાર માંઝી પન્ના જિલ્લાના અજયગઢ તાલુકાનો રહેવાસી છે. હાલમાં તે સતનામાં રહે છે. લોકેશ કહે છે કે મેં ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં મેં કોઈ દહેજ લીધું નથી. યુવતીના પિતા પેટ્રોલ પંપ પર કામ કરે છે. લગ્ન પછી મારી પત્ની મને મારા માતા-પિતા સાથે વાત કરવા દેતી નથી કે કોઈને મારા ઘરે આવવા દેતી નથી.
હિડન કેમેરા લગાવવો પડ્યો
યુવકનો આરોપ છે કે તેની પત્ની તેને તેના મિત્રોને પણ મળવા દેતી નથી. તેમજ તે ઘરના કામમાં મદદ કરતી નથી. લોકેશે ફરિયાદમાં જણાવ્યું છે કે તેની પત્ની તેની સાથે મારપીટ કરતી રહે છે. આ કારણોસર, મેં ઘરમાં એક કેમેરો લગાવ્યો છે, જેના વીડિયો મારી પાસે છે. મારી સાથે ઝઘડો કર્યા પછી, પત્નીએ તેની માતા અને ભાઈને સતના બોલાવ્યા અને 20 માર્ચ, 2025 ના રોજ, બધાએ મને માર માર્યો, જેના કારણે મને ઈજાઓ થઈ. આ અંગે સતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પીડિતએ કહ્યું કે જ્યારે પત્ની અને તેના પરિવારને પોલીસને ફરિયાદની જાણ થઈ ત્યારે તેણે આત્મહત્યા કરવાની અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી. આ સાથે હું તને અને તારા પરિવારને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલીશની પણ ધમકી આપી
મચ્છર મારવાની દવા પી ચૂકી છે
લોકેશે કહ્યું કે મારી પત્ની એક વખત મચ્છર મારવાની દવા પીધી ચૂકી છે. હું ખૂબ જ ભયભીત અને ચિંતિત છું. મેં અજયગઢ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં હવે હું આ અરજી આપી રહ્યો છું. મને ન્યાય મળવો જોઈએ અને મારી પત્નીથી બચાવી લેવામાં આવે.