AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો

મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ દ્વારકાધીશ મંદિરની પદયાત્રાએ જઈ રહ્યો છે. અનંત અંબાણી ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ છે.

અનંત અંબાણીની 140 કિમી દ્વારકા પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા , જુઓ વીડિયો
| Updated on: Apr 03, 2025 | 2:37 PM
Share

અંબાણી પરિવારના જે વિશ્વના સૌથી ધનવાન પરિવારોમાંનો એક છે, તેમજ વેપાર અને પરોપકાર પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને કારણે જાણીતા છે. અંબાણી પરિવારના નાના દીકરા અનંતે પોતાના 30મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પવિત્ર દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રાની શરૂઆત કરી છે. શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક રૂપરૂપ, અનંત પોતાના ગૃહનગરી જામનગરથી દ્વારકા સુધી 140 કિમીથી વધુ ચાલી રહ્યાં છે. દિવસ દરમિયાન અવરોધ ઊભા ન થાય તે માટે તેઓ રાત્રે ચાલે છે અને આ પદયાત્રાને શુભ રામ નવમીના દિવસે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.

ધીરજ અને દ્રઢ મનોબળથી પડકારોને હાર આપી

અનંતે પોતાના આરોગ્યને લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે, છતાં તેમની પદયાત્રા પ્રત્યેની સમર્પિતતા અડગ રહી છે. બાળપણથી જ તેમને ગંભીર ફેફસાંની બીમારી, થાઇરોઇડની સમસ્યા અને કુશિંગ સિન્ડ્રોમ જેવા આરોગ્ય સંબંધિત સંઘર્ષો રહ્યા છે, જેના કારણે શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં, તેઓ ક્યારેય આને પોતાની ઓળખ તરીકે સ્વીકારી નથી. ધીરજ અને દ્રઢ મનોબળથી તેમણે આ પડકારોને હરાવી નાંખ્યા છે.

ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક

અનંત અંબાણીનો આ સંઘર્ષ અને તકલીફો સામેની લડત તેમના ઉંડા વિશ્વાસ અને શ્રદ્ધાનું પ્રતીક છે. તેમની આ યાત્રા માત્ર ભક્તિ માટે નથી, પણ આ છે શ્રદ્ધા અને માનસિક શક્તિનું ઉત્તમ ઉદાહરણ, જે તેમને જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરવાની હિંમત આપે છે.

હવે અનંત અંબાણી ફરી એક વખત જગત મંદિરની યાત્રાને લઈ ચર્ચામાં છે. જામનગરથી દ્વારકાધીશ મંદિરનું અંતર અંદાજે 140 કિલોમીટર છે. અનંત અંબાણી ગત્ત મહિને પિતા મુકેશ અંબાણી સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં પણ પહોંચ્યા હતા.

મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવાર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">