IPL 2025 : આઈપીએલમાં જે બોલથી સિક્સરનો વરસાદ થાય છે, તેની કિંમત અને બોલ વિશે જાણો
આઈપીએલ સીઝન શરુ થવાની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિવાય ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચર સીઝન હોય છે. ચાહકો ભરપુર આનંદ પણ માણતા હોય છે. આનું કારણ છે મેદાનમાં થતો રનનો વરસાદ છે.

આઈપીએલ સીઝન શરુ થવાની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ સિવાય ક્રિકેટ ચાહકો માટે એક રોમાંચર સીઝન હોય છે. ચાહકો ભરપુર આનંદ પણ માણતા હોય છે. આનું કારણ છે મેદાનમાં થતો રનનો વરસાદ છે.

IPLમાં બોલરોથી વધારે બેટ્સમેનો ચર્ચામાં હોય છે.એટલા માટે કારણ કે, જે બોલનો ઉપયોગ આઈપીએલમાં થાય છે. જે બોલ જો બેટ્સમેનને પસંદ આવી ગયો તો બોલ બાઉન્ડ્રી બહાર જવા લાગે છે. હવે એક સવાલ છે કે, આઈપીએલમાં એવા ક્યા બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ આની કિંમત શું છે. તેના વિશે સમગ્ર વાત વિસ્તારથી જાણીએ.

આઈપીએલમાં ઉપયોગમાં લેવાતા બોલ વિશે આપણે રસપ્રદ વાતો જાણીએ. તેમજ આઈપીએલના બોલ અને તેની કિંમત શું છે.

આઈપીએલમાં જે બોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે કૂકાબુરા હોય છે. આ બોલ સફેદ રંગનો હોય છે. આ બોલનો ઉપયોગ માત્ર આઈપીએલ માટે નહી પરંતુ આઈસીસી ટૂર્નામેન્ટથી લઈ કોઈ દ્વિપક્ષીય સીરિઝમાં પણ થાય છે. દુનિયામાં કોઈ પણ જગ્યાએ વ્હાઈટ બોલ ક્રિકેટ રમાઈ તો કૂકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવે છે.

તો એવું શું હોય છે આ બોલમાં, આનો જવાબ જાણવા માટે આજે આપણે કૂકાબુરા બોલના ઈતિહાસ વિશે જાણીએ. આની શરુઆત 1970ના દશકથી કરવામાં આવે છે.એટલે કે, જ્યારે વર્લ્ડ સિરીઝ ક્રિકેટ શરૂ થયું અને ડે-નાઈટ મેચનો કોન્સેપ્ટ આવ્યો, ત્યારે પહેલી વખત કૂકાબુરાએ વ્હાઈટ બોલ બનાવ્યો હતો.

હવે સવાલ એ છે કે, આ બોલમાં ખાસ શું હોય છે? તો એ છે આ બોલની લેધર ક્વોલિટી જેના કારણે આ બોલ ફેમસ છે. આ કારણે તમે આઈપીએલમાં સિક્સનો વરસાદ જોયો હશે.જો આપણે આ બોલની ડિઝાઈન પર નજર કરીએ તો, બોલની અંદરના બે લેયર હાથથી સીવેલા હોય છે. બોલ પર બાકીની બધી સિલાઈ મશીન દ્વારા કરવામાં આવે છે.

હવે આઈપીએલના બોલની કિંમત જાણી તમારા હોંશ ઉડી જશે. આઈપીએલની દરેક સીઝનની જેમ આઈપીએલ 2025માં પણ કુકાબુરા બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બોલની કિંમતની વાત કરીએ તો અંદાજે 18000 રુપિયાનો હોય છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































