એક લાખ છોડો, હવે ₹55,000 એ પહોંચી જશે સોનાના ભાવ, 40 ટકા સસ્તુ થશે ગોલ્ડ !
ગોલ્ડ પર જે નવી ભવિષ્યવાણી સામે આવી છે. તે મધ્યમ વર્ગને ફરી એકવાર રાહત આપી શકે છે. તેનુ કારણ પણ છે. માર્કેટ નિષ્ણાંતોનું અનુમાન છે કે ગોલ્ડની કિંમત ફરી એકવાર 55 હજાર રૂપિયાના લેવલ પર ટ્રેડ કરતી જોવા મળી શકે છે. જાણો આ અંગે વિસ્તારથી.

છેલ્લા કેટલાક દિવસોથી ગોલ્ડની કિંમતોમાં સતત તેજીનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે સોનાના ભાવ એક લાખ રૂપિયાના લેવલને ક્રોસ કરી લેશે. તેના સંકેત દેશના વાયદા બજાર અને દિલ્હી બુલિયન માર્કેટ (શરાફા બજાર)માં સ્પષ્ટ જોવા મળ્યો છે. દેશના વાયદા બજારમાં ગોલ્ડની કિમતો ₹91,400 ને પાર કરી ગઈ છે. જ્યારે બીજી તરફ દેશની રાજધાનીમાં ગોલ્ડની કિમતો 94000 ના લેવલને ક્રોસ કરી ગઈ છે. બંને સ્થાનોએ સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે છે. આ તરફ એક એવુ અનુમાન પણ સામે આવ્યુ છે, જેમા સોના બજારમાં ખળભળાટ મચી ગયો છે. એક અનુમાન મુજબ આગામી દિવસોમાં સોનાની કિંમત 55 હજાર રૂપિયા સુધી ઘટી શકે છે. એક લાખ રૂપિયાની વાત કરીએ તો આનો અર્થ એ થયો કે સોનાના ભાવ તેની ટોચથી 40 ટકા ઘટવાની ધારણા છે. આવો આપને જણાવીએ કે આખરે આ ભવિષ્યવાણી...