Mehsana : કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું, વેપારી વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જુઓ Video
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની કંપનીમાં બ્લાસ્ટમાં શ્રમિકોના જીવ જતા જ ઘોર નિંદ્રામાંથી તંત્ર સફાળું જાગી ઠેર- ઠેર તપાસ હાથ ધરી છે. ત્યારે મહેસાણાના કડીમાં ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. રણછોડરાયુ એસ્ટેટ નામના ગોડાઉનને સીલ કરાયું છે.
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની કંપનીમાં બ્લાસ્ટમાં શ્રમિકોના જીવ જતા જ ઘોર નિંદ્રામાંથી તંત્રએ સફાળા જાગી ઠેર- ઠેર તપાસ હાથ ધરી છે. ત્યારે મહેસાણાના કડીમાં ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. રણછોડરાયુ એસ્ટેટ નામના ગોડાઉનને સીલ કરાયું છે. ફાયર સેફટી વગર જ ફટાકડાનો વેપાર કરનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નંદાસણ રોડ પર આવેલા ગોડાઉન પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 63500 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સીલ કરાયો છે. ફટાકડાના વેપારી ભરત રંગવાણી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
75 જેટલા લાઇસન્સ ધારકો ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું
બીજી તરફ ડીસાની ધટના બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એકશનમાં આવી હતી. ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર 75 જેટલા લાઇસન્સ ધારકો ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ગ્રામ્ય SOG, LCB અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતા પર ચેકીંગ કરાઈ રહ્યું હતુ. અસલાલીમા આવેલા ફટાકડાના ગોડાઉનમાં પોલીસનું ચેકીંગ હાથ ધર્યું હતુ. મોટા ભાગના ગોડાઉનમાં લાઇસન્સ ધારક હતા. ગ્રામ્ય પોલીસ ગત્ત દિવાળી સમયમાં પાંચ જેટલા કેસ કર્યા હતા. વિવેકાનંદ નગર (વાંચ ગામ) 48,અસલાલી -13,કણભામાં 3,બોપલ અને ચાંગોદરમાં એક ફટાકડા વિક્રેતા આવેલા છે.

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
