Roti Benefits : જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
તમે તમારા ઘરની રોટલી ખાતા હશો ત્યારે તે જાડી કે પાતળી પણ હોય.. જાડી અને ધીમા તાપે રાંધેલી રોટલીમાં પણ અલગ ગુણ હોય છે અને પાતળી અને શેકેલી રોટલીમાં પણ અલગ ગુણધર્મો હોય છે.

દરેક ઘરમાં રોટલી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. જેની સાથે તેના પોષકતત્વો અને વિશેષતાઓ પણ બદલાય છે.

કેટલાક ઘરોમાં તે જાડી બને છે તો કેટલાક ઘરોમાં પાતળી, પણ કયું વધુ ફાયદાકારક છે? હવે તમે કહેશો કે રોટલી જેવી છે તેવી ખાઓ. બધું જ ફાયદાકારક રહેશે!

પણ એવું નથી, અને શા માટે? આનો જવાબ લેખક શ્રીરામ શર્માના પુસ્તક 'દવા વિના કાયાકલ્પ' માં છુપાયેલો છે. આ પુસ્તક મુજબ, ફક્ત જાડી અને ધીમા તાપે રાંધેલી રોટલી જ વધુ ફાયદાકારક છે.

તેના બદલે, ઊંચા તાપ પર શેકવામાં આવેલી પાતળી, કડક કે કરકરી રોટલી નુકસાનકારક છે. કારણ કે આવી રોટલીમાં બધા ઉપયોગી તત્વો બળી જાય છે.

એટલા માટે જેમ આપણા ઘરમાં ચૂલા પર રોટલી બનાવવામાં આવે છે, તેમ ઘરમાં ધીમા તાપે બનેલી જાડી રોટલી જ ખાઓ.
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે.તો એસિડિટી અને ગેસને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો



























































